Home »National News »Latest News »National» Prashant Bhushan Says Will Not Talk To Kejriwal, No Objection For Party

પ્રશાંત ભૂષણ કહે છે- હવે નહી કરું કેજરીવાલ સાથે વાત, પાર્ટી સામે ફરિયાદ નથી

divyabhaskar.com | Apr 05, 2015, 09:08 AM IST

નવી દિલ્હીઃઆમ આદમી પાર્ટી" rel="આમ આદમી પાર્ટી" target="_blank">આમ આદમી પાર્ટી (આપ)ના નેતા પ્રશાંત ભૂષણે કહ્યું કે તેમની અરવિંદ કેજરીવાલ સામે વાંધો છે, પાર્ટી સામે કોઇ ફરિયાદ નથી. હિમાચલ પ્રદેશના પાલમપુરમાં મીડિયા સાથે વાત કરતા ભૂષણે સ્પષ્ટ કર્યું હતું કે હવે તે અરવિંદ કેજરીવાલ" rel="કેજરીવાલ" target="_blank">અરવિંદ કેજરીવાલની સાથે કોઇ પ્રકારની વાત કરશે નહી. પ્રશાંત ભૂષણનું કહેવું છે કે તેમને જે કંઇ કહેવું હતું તે તેમણે કેજરીવાલને લખેલા છેલ્લા પત્રમાં લખી નાખ્યું છે. જોકે આ પત્રને તેમણે રાજીનામા તરીકે પણ ગણવા માટે ઇનકાર કર્યો છે.
 
પ્રશાંતના અનુસાર તેમને બે પદેથી હટાવવામાં આવ્યા છતાં પણ તેઓ હજુ પાર્ટી સાથે સંકળાયેલા છે, પરંતુ તેમનું આગળનું પગલું શું હશે તે 14 એપ્રિલના રોજ થનારી સ્વરાજ સંવાદ બેઠક દરમિયાન નક્કી થશે. શનિવારે રાત્રે એક ન્યૂઝ ચેનલની વેબસાઇટ પર અરવિંદ કેજરીવાલના નામે લખેલા એક આખરી પત્રમાં પ્રશાંત ભૂષણે કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું અને તેમના તમામ આરોપોનો જવાબ આપતા અંતમાં 'ગુડ બાય એન્ડ ગુડ લક'  લખ્યું હતું.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Prashant Bhushan Says will not talk to Kejriwal, no objection for Party
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended