Home »National News »Latest News »National» Hc Ban On Cic Order To Public Modi S Ba Degree Public

મોદીની BA ડિગ્રી જાહેર નહીં કરવામાં આવે, CICના ઓડર પર દિલ્હી HCનો પ્રતિબંધ

divyabhaskar.com | Jan 24, 2017, 09:00 AM IST

  • એક પદવીદાન સમારંભમાં મોદી. ફાઈલ
નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવાના રાષ્ટ્રીય સૂચના આયોગ (સીઆઈસી)ના ઓર્ડર પર સોમવારે દિલ્હી હાઈકોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. સીઆઈસીએ થોડા દિવસો પહેલાં એક અપીલ પણ સુનાવણી કરતી વખતે દિલ્હી યુનિવર્સિટી (ડીયુ)માંથી 1978માં બેચલર ઓફ આર્ટ્સની પરીક્ષા પાસ કરનારા તમામ સ્ટુડન્ટ્સની જાણકારી આપવાનો ઓર્ડર આપ્યો હતો. મોદીએ પણ આ વર્ષે ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. મામલાની આગામી સુનાવણી 27 એપ્રિલે થશે.
ડીયુએ કહ્યું સીઈસીના ઓર્ડર પર અમલ ન કરી શકાય
-ડીયુએ સીઆઈસીના ગત વર્ષે 21 ડિસેમ્બરના ઓર્ડરને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેના પર સુનાવણી કરતાં જસ્ટિસ સંજીવ સચદેવે ડીયુને રાહત આપી હતી. ઉપરાંત આરટીઆઈ એક્ટિવિસ્ટ નીરજ કુમારને નોટિસ આપી જવાબ માંગ્યો હતો.
-નીરજે ડીયુ પાસેથી 1978માં બીએની પરીક્ષા આપેલી સ્ટુડન્ટ્સની સંખ્યા, તેમના રિઝલ્ટ્સ, રોલ નંબર, નામ, પિતાના નામ અને માર્ક્સની જાણકારી માંગી હતી.
- ડીયુએ પિટીશનમાં કહ્યું છે કે સીઆઈસીના ઓર્ડર પર અમલ ન કરી શકાય. એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે યુનિવર્સિટી આ રીતે ત્રીજા પક્ષની ડિગ્રીની જાણકારી બહારના વ્યક્તિને ન આપી શકે.
 - તા. 21મી ડિસેમ્બરના કેન્દ્રીય માહિતી પંચના કમિશનર એમ. આચાર્યુલુએ દિલ્હી યુનિવર્સિટીને 1978નો બીએ ડિગ્રી રેકોર્ડ દખાડવાનો નિર્દેશ આપ્યો હતો.  આ અંગે યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી ઉમેદવારની 'પ્રાઈવસી'ની દલીલને ઈન્ફોર્મેશન કમિશનરે કાઢી નાખી છે. પંચે રેકોર્ડની પ્રમાણિત નકલ મફતમાં આપવા કહ્યું હતું. 

માહિતી કમિશ્નર શ્રીધર આચાર્યલુએ યૂનિવર્સિટીના કેન્દ્રીય લોક સૂચના અધિકારી (સીપીઆઈઓ)ની આ દલીલ ફગાવી દીધી હતી કે આ કોઇ ત્રીજી વ્યક્તિની અંગત જાણકારી છે. પંચે કહ્યું કે ન તો આ કાનૂની રીતે કે ન તો મેરીટના આધારે યોગ્ય છે. ઈન્ફોર્મેશન કમિશનરે ચુકાદો આપતી વખતે નોંધ્યું હતું કે, અરજી નકારતી વખતે ચીફ ઈન્ફોર્મેશન ઓફિસરે દિમાગ વાપરવાની જરૂર હતી. 
 
મોદીએ1978માં બીએ પાસ કર્યું 

મોદીની ડિગ્રી અંગે વિવાદ વકરતા કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલી તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગત વર્ષે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં મોદીનું ડિગ્રી સર્ટિફિકેટ તથા માર્કશીટ્સની નકલોનં્ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વર્ષ 1978માં મોદીએ બીએની ડિગ્રી મેળવી હતી. બાદમાં દિલ્હી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર તરૂણ દાસે આ બાબતને અનુમોદન આપ્યું હતું. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: hc ban on cic order to public modi s ba degree public
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended