Home »National News »Latest News »National» Wife Of Army Hero Hangpan Dada Receives His Ashoka Chakra

શહીદ હવલદાર હંગપનને અશોક ચક્ર, J&Kમાં એકલે હાથે માર્યા હતા 4 આતંકી

divyabhaskar.com | Jan 26, 2017, 12:59 PM IST

  • શહીદ હવલદાર હંગપન દાદા પત્ની ચાસેનની સાથે (ફાઈલ)
નવી દિલ્હી. શહીદ હવલદાર હંગપન દાદાએ જમ્મુ-કાશ્મીરમાં એક એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. મરણોપરાંત હંગપનને ગુરુવારે પ્રજાસત્તાક દિવસના અવસરે અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યું. રાજપથ પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ હંગપનની પત્ની ચાસેન લોવાંગ દાદાને આ સન્માન આપ્યું. મહત્વપૂર્ણ છે કે, અશોક ચક્ર શાંતિ કાળમાં આપવામાં આવતું સૌથી મોટું વીરતા પુરસ્કાર છે. તેને પરમવીર ચક્રની સમકક્ષ માનવામાં આવે છે.
 
દેશ માટે એકલા હાથે આતંકીઓ સામે ભાથ ભીડી દાદાએ
 
- ગયા વર્ષે 26 મેના રોજ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના નૌગામ સેક્ટરમાં આર્મી ઠેકાણાઓનો આંતરિક સંપર્ક તૂટી ગયો હતો.
- ત્યારે હવલદાર હંગપન દાદાને તેમની ટીમની સાથે ભાગી રહેલા આતંકવાદીઓનો પીછો કરવા અને તેમને પકડવાની જવાબદારી સોંપવામાં આવી.
- દાદાની ટીમ એલઓસીની પાસે શામશાબારી માઉન્ટેન પર લગભગ 13000 ફૂટવાળા બરફથી છવાયેલા વિસ્તારમાં એટલી ઝડપથી આગળ વધી કે તેઓએ આતંકવાદીઓને બચીને ભાગવાનો રસ્તો રોકી દીધો.
- આ દરમિયાન આતંકવાદીઓએ ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું.
- આતંકવાદીઓ દ્વારા આવી રીતે કરવામાં આવતા ફાયરિંગના કારણે દાદાની ટીમ આગળ નહોતી વધી શકતી.
- ત્યારે દાદા જમીન પર સૂઈ જઈને પથ્થરોની આડમાં સંતાઈને એકલા જ આતંકીઓની ખૂબ જ નજીક પહોંચી ગયા.
- પછી બે આતંકીઓને ઠાર માર્યા. પરંતુ આ ફાયરિંગમાં તેઓ ઘાયલ થયા.
- ત્રીજો આતંકી બચી ગયો અને ભાગવા લાગ્યો. દાદાએ ઘાયલ હોવા છતાંય તેનો પીછો કર્યો અને તેને પકડી લીધો.
- આ દરમિયાન દાદાની આતંકી સાથે હાથાપાઈ થઈ. પરંતુ તેઓને તેને પણ મારી નાખ્યો.
- આ એન્કાઉન્ટરમાં ચોથા આતંકીઓને પણ મારવામાં સફળતા મળી.
 
ક્યાંના રહેવાસી હતા હંગપન?
 
- અરૂણાચલ પ્રદેશના બોદુરિયા ગામના રહેવાસી હવલદાર હંગપન પોતાની ટીમમાં દાદાના નામથી પ્રચલિત હતા. તેઓ ગયા વર્ષે હાઉ માઉન્ટેન રેન્જમાં તહેનાત હતા.
- તેઓ 1997માં આર્મીની આસામ રેજિમેન્ટ દ્વારા આર્મીમાં સામેલ થયા હતા. બાદમાં 35 રાષ્ટ્રીય રાઈફલ્સમાં તહેનાત કરવામાં આવ્યા.
 
હંગપનના નામે રાખવામાં આવ્યું બ્લોકનું નામ
 
- ગયા વર્ષે નવેમ્બરમાં શિલોંગના આસામ રેજિમેન્ટલ સેન્ટર (એઆરસી)માં પ્લેટિનિયમ જ્યૂબિલી સેરેમની દરમિયાન એક એડમિનિસ્ટ્રેટિવ બ્લોકનું નામ હંગપનના નામે રાખવામાં આવ્યું.
 
હંગપન પર એક ડોક્યુમેન્ટ્રી પણ રિલીઝ
 
- એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પબ્લિક ઈન્ફોર્મેશને પ્રજાસત્તાક દિવસે હંગપન પર એક ડોક્યુમેન્ટ્રી પણ રિલીઝ કરી.
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો..
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Wife Of Army Hero Hangpan Dada receives His Ashoka Chakra
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended