Home »National News »Photo Feature» Nathuram Godse Used A Beretta M 1934 Semi-Automatic Pistol To Kill Mahatma Gandhi

500 રૂપિયાની આ પિસ્તોલથી થઈ હતી ગાંધીજીની હત્યા, ગોડસેએ જ ખરીદી હતી

divyabhaskar.com | Jan 31, 2017, 11:30 AM IST

  • ઈટાલિયન કંપનીએ બનાવેલી બરેટા પિસ્તોલ, જેનો ઉપયોગ ગાંધીજીની હત્યા માટે કરાયો હતો.
ગ્વાલિયરઃ મહાત્મા ગાંધીથી નારાજ નાથૂરામ ગોડસેએ તેમની 30 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીમાં હત્યા કરી હતી. નાથુરામે ગ્વાલિયરથી પોતે જ આ હત્યા માટેની પિસ્તોલ ખરીદી હતી અને અહીં રહી તેણે શૂટિંગ પ્રેક્ટિસ કરી હતી.
ગ્વાલિયરથી ખરીદી હતી ઈટાલિયન બરેટા પિસ્તોલ...

- મહાત્મા ગાંધીની હત્યાની યોજનાને પાર પાડવામાં 20 જાન્યુઆરી 1948એ નિષ્ફળ રહ્યાં બાદ ગોડસે ભાગીને ગ્વાલિયર પહોંચી ગયો હતો. 
- જે પછી તેણે પોતાના સાથીઓના બદલે જાતે જ મહાત્મા ગાંધીની હત્યા કરવાની યોજના બનાવી હતી.
- આ સમયે શહેરમાં હિંદૂ સંગઠન ચલાવી રહેલા ડો. ડીએસ પરચુરેનો સાથ મેળવી સારી પિસ્તોલ મેળવવાની તપાસ હાથ ધરી.
- ગ્વાલિયરથી પિસ્તોલ ખરીદવાનું કારણ એ હતું કે, અહીં લાયસન્સ રાખવાની જરુર નહોતી રહેતી.
- પરચુરેના જાણકાર ગંગાધર દંડવતેએ જગદીશ ગોયલની પિસ્તોલનો સોદો નાથુરામ સાથે 500 રૂપિયામાં કરાવ્યો હતો.
- આ જ પિસ્તોલથી 30 જાન્યુઆરીએ નાથુરામે ગાંધીજીની હત્યા કરી હતી.
 
સિંઘિયા સૈન્યના અધિકારી લાવ્યા હતા ઈટાલિયન પિસ્તોલ....

- 1942માં બીજા વિશ્વયુદ્ધ સમયે ગ્વાલિયરના એક સૈન્ય દળના કમાંડર લેફ. વીબી જોશીની અબીસીનિયામાં પોસ્ટિંગ થઈ હતી.
- મુસોલિનીની સેનાએ આ દળ સામે હથિયાર સહિત ઘૂંટણ ટેક્યા હતા. આ હથિયારોમાં ઈટાલિયન 1934માં બનેલી પિસ્તોલ પણ હતી.
- વીબી જોશીએ આ પિસ્તોલ પોતે રાખી લીધી. જેને તેમની પાસેથી જગદીશ ગોયલે ખરીદી હતી.
- બરેટા પિસ્તોલ અને તેની બુલેટ્સ ખરીદી નાથુરામ પોતાના સાથી આપ્ટે સાથે દાદર-અમૃતસર પઠાનકોટ એક્સપ્રેસથી દિલ્હી પહોંચ્યા હતા.
- 30 જાન્યુઆરી 1948 ના રોજ બાપુ 5 વાગે પ્રાર્થના માટે નીકળ્યા હતા. તનુ અને આભા તેમની સાથે જ હતી. લશ્કરી વર્દીમાં નાથુરામ ગોડસે પોતાના સાથી કરકરે અને આપ્ટે સાથે ભીડમાં ઘુસી ગયા.
- ગોડસેએ તનુ અને આભાને બાપુના ચરણ સ્પર્શ કરવાના બહાને દુર કર્યા અને પછી તેમના પર ગોળીઓ ચલાવી હતી.
- હે રામ કહી ગાંધીજી ઢળી પડ્યા. નાથુરામે પિસ્તોલ ફેંકતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...............................................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nathuram Godse used a Beretta M 1934 semi-automatic pistol to kill Mahatma Gandhi
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended