Home »National News »Desh» 25 Ltr. Liquor And 30 Kg Drugs Taken By Rats From GRP Store Room

ઉંદરો દર મહિને પી રહ્યાં છે 25 લિટર દારૂ, ખાય છે 30 કિલો જેટલો ગાંજો!

divyabhaskar.com | Mar 19, 2017, 00:07 AM IST

  • દર મહિને ઉંદરો 25 લિટર દારૂ પી જાય છે. આ ઉપરાંત 30 કિલો જેટલો ગાંજો સાફ આરોગી લે છે.
નાગપુરઃ રેલવે ટ્રેક આસપાસના ઉંદરનો હવે પાટા પર પડ્યું રહેતું ભોજન ખાવા ઉપરાંત નશાની ટેવ પણ થઈ ગઈ છે. અહીં દર મહિને ઉંદરો  25 લિટર દારૂ પી જાય છે. આ ઉપરાંત 30 કિલો જેટલો ગાંજો સાફ આરોગી લે છે. પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ઉંદરોના નામે આ નુકસાન નોંધાયેલું છે.
 
નશાખોર બન્યા ઉંદરો...

- નાગપુર રેલવે સ્ટેશનથી પસાર થતી ગાડીઓમાં થતી દારૂ અને ગાંજાની તસ્કરી પર રેલવે પોલીસ નજર રાખે છે.
- કાર્યવાહીમાં જે માલ મળે છે તેનો જીઆરપી પોતાના સ્ટોર રૂમમાં જમા કરાવે છે. કોર્ટનો આદેશ ન મળે ત્યાં સુધી તેનો નાશ કરાતો નથી.
- જેને કારણે સ્ટોરરૂમમાં 1998થી અત્યારસુધીનો 1200 કિલોથી વધુ ગાંજો તથા 2 હજારથી વધુ લિટર દારૂનો જથ્થો જમા થયેલો પડ્યો છે.
- પોલીસના સ્ટોર રૂમ સુધી કોઈ વ્યક્તિ તો આ સામાનને હાથ અડવા પણ નથી જઈ શક્તો. જોકે ઉંદરો તો તેનું સેવન કરવા લાગ્યા છે.
- ઉંદરો બિન્દાસ્ત પણે અહીં ગાંજા અને દારૂની મહેફિલ માણે છે. 
- જીઆરપીમાં કોમ્પ્યૂટરનું કામકાજ ઓછું છે અને ફાઈલ સિસ્ટમ વધુ ચાલે છે. જેને કારણે ફાઈલોના જામેલા થરને પણ ઉંદરો કતરીને ઓછું કરી રહ્યાં છે. 
- દર મહિને 20-25 લિટર દારૂ અને 30 કિલો ગાંજો ઉંદરોના કારણે નુકસાન થવાનું સત્તાવાર નોંધણી કરવામાં આવેલી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો........)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 25 Ltr. Liquor And 30 Kg Drugs Taken By Rats From GRP Store Room
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended