Home »National News »Latest News »National» Grenade Lobbed At A Police Station By Terrorists In Srinagar S Safa Kadal

J&K: પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલો, પોલીસકર્મી સહિત 2 ઘાયલ

divyabhaskar.com | May 18, 2017, 17:33 PM IST

  • શ્રીનગરના સાફા કદલ પોલીસ સ્ટેશન પર આતંકીઓ દ્વારા ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો.
શ્રીનગર. શ્રીનગરના સાફા કદલ પોલીસ સ્ટેશન પર આતંકીઓ દ્વારા ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે. જેમાં એક પોલીસ કર્મચારી અને એક નાગરિક મળી કુલ બે ઘાયલ થયા છે. હુમલા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
 
સોફિયાનમાં સુરક્ષાબળોએ  ઓપરેશન પડતું મૂક્યું
 
બુધવારે સુરક્ષાબળો દ્વારા સોફિયાનમાં જંગી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ સ્થાનિકોના હિંસક વિરોધ બાદ તેને પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. બુધવારે વધુ એક વખત પાકિસ્તાન રેન્જર્સ દ્વારા સંઘર્ષ વિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. જેના કારણે સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.
 
આતંકીઓને પકડવા 10-12 દિવસ અગાઉ પણ હાથ ધરાયું હતું ઓપરેશન
 
ઉલ્લેખનીય છે કે, દસ-બાર દિવસ અગાઉ પણ આવું જ જંગી અભિયાન દક્ષિણ કાશ્મીરમાં હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બેન્ક લૂંટમાં સંડોવાયેલા કેટલાક આતંકવાદીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી હતી. તે સમયે ચાર હજાર જવાનોને કામે લગાડવામાં આવ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Grenade lobbed at a police station by terrorists in Srinagar s Safa Kadal
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended