Home »National News »Latest News »National» Grand Alliance Would Not Be Happened In Uttar Pradesh

યુપીમાં મહાગઠબંધન નહીં થાય, રાષ્ટ્રીય લોકદળ એકલાહાથે ચૂંટણી લડશે

Agency, New Delhi | Jan 19, 2017, 23:43 PM IST

  • યુપીમાં મહાગઠબંધન નહીં થાય, રાષ્ટ્રીય લોકદળ એકલાહાથે ચૂંટણી લડશે,  national news in gujarati
નવી દિલ્હી:યુપી વિધાનસભા ચૂંટણીને જોતાં રાજ્યમાં મહાગઠબંધનને મોટો ફટકો પહોંચ્યો છે. અજિતસિંહની આગેવાની હેઠળનું રાષ્ટ્રીય લોકદળ(રાલોદ) હવે એકલાહાથે ચૂંટણી લડશે. બેઠક વહેંચણી મામલે યુપીના વર્તમાન મુખ્યમંત્રી અખિલેશે સમાજવાદી પાર્ટી માટે ઉત્તરપ્રદેશની કુલ 403 બેઠકોમાંથી 300 બેઠકોની માગણી કરી હતી અને બાકીની 100થી વધુ બેઠકોમાં કોંગ્રેસ અને રાલોદને ફોડી લેવા કહ્યું હતું. જેના પરિણામ સ્વરૂપે કોંગ્રેસ પણ રાલોદને  20-22 બેઠક આપવા તૈયારી બતાવી હતી પરંતુ રાલોદે 35-40 બેઠકોની માગણી કરી હતી.  જેની સામે સપા અને કોંગ્રેસે તૈયારી ન બતાવતા છેવટે મહાગઠબંધન બનતા રહી ગયું છે. જોકે સમાજવાદી પાર્ટી હવે ફક્ત કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે. સપાના ઉપાધ્યક્ષ કિરણમય નંદાએ આ અંગે જાહેરાત કરી હતી.
 
તેમણે કહ્યું કે રાલોદ સાથે કોઈ ગઠબંધન નહીં થાય ફક્ત કોંગ્રેસ સાથે તાલમેલ બેસાડીશું. તેમણે કહ્યું કે સપા 300 બેઠકો પરથી લડશે અને બાકીની 100 કોંગ્રેસને મળશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે અન્ય ક્ષેત્રીય પાર્ટીઓ સાથે પણ કોઈ ગઠબંધન નહીં કરીએ. હજુ સપા અને કોંગ્રેસના ગઠબંધનની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશે પણ કહ્યું હતું કે એક બે દિવસમાં કોંગ્રેસ સાથે ગઠબંધન અંગે નિર્ણય કરી લેવાશે. ગઠબંધન માટે સતત પ્રયાસો કરી રહ્યા છીએ. વહેલી તકે આ કવાયત પૂર્ણ કરી લઈશું. અમે કોંગ્રેસને 90થી 100 બેઠકોની ઓફર કરી છે. નોંધનીય છે કે ઉત્તરપ્રદેશમાં કુલ 403 વિધાનસભા બેઠકો છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Grand alliance would not be happened in Uttar Pradesh
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext