Home »National News »Latest News »National» Govt Declare New Relief About Heart Patient In India

હાર્ટના દર્દીઓને મોટી રાહત 45 હજારના સ્ટેન્ટના 7623,રૂ.1.21 લાખના 31080

Bhaskar News, Mumbai | Feb 15, 2017, 01:33 AM IST

  • હાર્ટના દર્દીઓને મોટી રાહત 45 હજારના સ્ટેન્ટના 7623,રૂ.1.21 લાખના 31080,  national news in gujarati
મુંબઈઃલાખો હૃદયરોગીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. સરકારે લાઇફ-સેવિંગ કોરોનરી સ્ટેન્ટ્સની કિંમતમાં ધરખમ ઘટાડો કરી દીધો છે. નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA)એ મંગળવારે 45 હજારવાળા બેર મેટલ સ્ટેન્ટ (BMS)ની કિંમત 7,260 અને 1.21 લાખવાળા  ડ્રગ એલ્યુટિંગ સ્ટેન્ટ (DES)ની કિંમત 29,600 રૂપિયા નક્કી કરી છે.  વેટ તથા અન્ય સ્થાનિક વેરા સાથે BMS અને DESની મહત્તમ કિંમત (એમઆરપી) અનુક્રમે 7,623 અને 31,080 રહેશે. કેન્દ્રીય મંત્રી અનંત કુમારે કહ્યું કે સ્ટેન્ટના નવા ભાવ તાત્કાલિક અસરથી લાગુ થશે. નવી કિંમતમાં વેટ અને સ્થાનિક વેરાનો સમાવેશ કરાયો છે.

અત્યાર સુધી ભારતમાં બેર મેટલ સ્ટેન્ટની એમઆરપી 45,000 રૂપિયા અને ડ્રગ એલ્યુટિંગ સ્ટેન્ટની એમઆરપી 1.21 લાખ રૂપિયા હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનરી સ્ટેન્ટનો ઉપયોગ આર્ટરી બ્લોકેજને હટાવવા અને ખોલવા માટે કરવામાં આવે છે. જોકે, નક્કી કરેલી કિંમતમાં સ્થાનિક ટેક્સનો સમાવેશ નથી કરવામાં આવ્યો. અનંત કુમારે ઉમેર્યું હતું કે સ્ટેન્ટની કિંમતો પર ભાવમર્યાદાના કારણે દર્દીઓને સ્ટેન્ટદીઠ 80 હજારથી 90 હજાર રૂપિયાની બચત થશે. હૃદયરોગના દર્દીઓને વાર્ષિક સરેરાશ 4,450 કરોડ રૂપિયાની કુલ રાહત થશે.

સ્ટેન્ટસનું 500 મિલિયન ડોલરનું માર્કેટ, 60% હિસ્સો મલ્ટિનેશનલ : અંદાજિત 60% સ્ટેન્ટ્સ માર્કેટ જે 500 મિલિયન ડોલરનું છે તેમાં મલ્ટિનેશનલ ફર્મ્સનું આધિપત્ય રહ્યું છે. એબોટ લેબોરેટરીઝ, મેડટ્રોનિક, મેરિલ લાઈફસાયન્સિસ પ્રા. લિ. અને બોસ્ટન સાયન્ટિફિક કોર્પ તેમાંની અગ્રેસર કંપનીઓ છે.સરકાર દ્વારા ભાવો નક્કી કરવામાં આવતા આ માર્કેટ પર બહુ મોટી અસર પડશે.
 
દેશી-વિદેશી બધા સ્ટેન્ટની કિંમત ઘટાડાઈ
અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના વડા ડૉ. જયેશ પ્રજાપતિએ જણાવ્યું છે કે સરકારે દેશી-વિદેશી તમામ પ્રકારના સ્ટેન્ટની કિંમત ઘટાડી છે.
 
જુલાઈ 2016માં દવાની રાષ્ટ્રીય યાદીમાં સમાવેશ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક્સપર્ટ ઉપ-સમિતિની ભલામણોના આધારે જુલાઈ 2016માં કોરોનરી સ્ટેન્ટ્સને જરૂર દવાઓની રાષ્ટ્રીય યાદીમાં (NLEM)માં સામેલ કરી દેવાયું હતું. NLEMના નિયમ મુજબ, જે પણ દવા કે ડિવાઇસ આ યાદીમાં સામેલ થાય છે તેની કિંમત NPPA દ્વારા નક્કી કરવામાં આવે છે.

હેલ્થ કેર ઈન્ડસ્ટ્રીએ નિર્ણય રોકવા ઘણા ધમપછાડા કર્યા
સરકારના આ પગલાથી કંપનીઓના નફામાં ધરખમ ઘટાડો થશે. તેથી હેલ્થકેર ઈન્ડસ્ટ્રી નહોતું ઈચ્છતું કે સરકાર સ્ટેન્ટની કિંમતો પર કોઈપણ પ્રકારની કેપિંગ કરે.
સ્ટોકમાં પડેલા જૂના સ્ટેન્ટ પણ ઘટાડેલી કિંમતે જ વેચવા પડશે

અન્ના અને રસાયણ મંત્રી અનંતકુમારે સ્પષ્ટતા કરી હતી કે કંપનીઓએ તેમની પાસેના સ્ટોકમાં રહેલા સ્ટેન્ટ પણ હવે નવી કિંમતે વેચવા પડશે. નિયત કરતાં વધારે ભાવ લેનારા સપ્લાયર કે હોસ્પિટલ સામે કડક પગલાં લેવામાં આવશે. કંપનીઓએ MRPમાં પણ તાત્કાલિક અસરથી ફેરફાર કરવો પડશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: govt declare new relief about heart patient in india
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended