Home »National News »Latest News »National» Government Vehicle Will Help For Voters Who Are More Than 100 Year

106 વર્ષની વૃદ્ધાને જોઈને આવ્યો વિચાર, 100થી વધુ ઉંમરના મતદાતા માટે સરકારી ગાડીની સુવિધા

Manish Sharma/Harish Manav, Chandigarh | Feb 01, 2017, 00:34 AM IST

  • 106 વર્ષની વૃદ્ધાને જોઈને આવ્યો વિચાર, 100થી વધુ ઉંમરના મતદાતા માટે સરકારી ગાડીની સુવિધા,  national news in gujarati
લુધિયાણા/ચંડીગઢ:સમરાલા ચોકનાં 106 વર્ષની માલીદેવીને મત આપવા માટે તેમનો 80 વર્ષનો પુત્ર ખુશીરામ રિક્ષામાં નહીં પરંતુ સરકારી ગાડીમાં લઈ જશે. ગાડી ઘરેથી લઈ જશે અને મુકી જશે. દાખાનાં 105 વર્ષનાં કરતાર કૌરને પણ આ સુવિધા મળશે. માલીદેવી અને કરતાર કૌરના ઘરવાળાએ જ્યારે આ વયોવૃદ્ધોને ઘરથી પોલિંગ બુથ સુધી લઈ જવાની અને પાછા લાવવાની સમસ્યા ચૂંટણી પંચને જણાવી ત્યારે કમિશને સમગ્ર રાજ્યના આવા 100થી વધુ ઉંમરના મતદારોને ઘરથી પોલિંગ બુથ સુધી અને ત્યાંથી પાછા ઘરે પહોંચાડવાની સેવા આપવાનો નિર્ણય લઈ લીધો. કમિશનના અનુસાર પંજામાં 3.48 લાખ મતદાર 80થી વધુ વયના છે.
 
આ વયોવૃદ્ધ મતદારોને મત આપવા માટે હવે ‘વીઆઈપી ટ્રીટમેન્ટ’ મળશે. પોલિંગ બુથ પર તેમના માટે પાણી, ખુરશી જેવી જરૂરી સુવિધાઓની સાથે-સાથે મેડિકલ સુવિધાનો પણ બંદોબસ્ત કરાશે. મતદાનને 80 ટકા સુધી લઈ જવાના ટાર્ગેટને હાંસલ કરવા ચૂંટણી પંચે આ અનોખી પહેલ કરી છે. આથી આવા વયોવૃદ્ધ મતદારોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે, જેથી તેમનાં ઘર શોધીને 4 ફેબ્રુઆરીના રોજ તેમને સરકારી સુવિધા આપી શકાય. લુધિયાણા જિલ્લામાં 100થી વધુ ઉંમરના મતદારોની ગણતરી 300 છે. આવા વયોવૃદ્ધો અંગે જિલ્લા ચૂંટણી અધિકારીને જણાવી શકાય છે. તેના માટે જિલ્લા રિટર્નિંગ અધિકારીને નોંધણી કરાવી દેવા જણાવ્યું છે.
 
વયોવૃદ્ધના જુસ્સા માટે આટલું તો કરી શકાય...

મુશ્કેલી માત્ર માલીદેવીના પુત્રની જ નહીં, પરંતુ ઘણા સંતાનોની હશે. તમામ જિલ્લા ચૂંટણી અધિકારીને અંગે આદેશ આપ્યો છે કે, 100 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના મતદારોને ઘરેથી પોલિંગ બૂથ સુધી લાવવા અને  પાછા મુકવા ગાડીની વ્યવસ્થા કરવામાં આવે. - વી.કે. સિંહ, મુખ્ય ચૂંટણી અધિકારી, પંજાબ
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Government Vehicle will help for voters who are more than 100 year
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext