Home »National News »Latest News »National» Goa Sada Sub Jail Atleast 49 Prisioners Attempts To Flee

ગોવાઃ સદા સબ જેલમાંથી 49 કેદીઓનો નાસવાનો પ્રયાસ, એકનું મોત

Agency | Jan 25, 2017, 10:59 AM IST

  • ગોવા સાડા સબ જેલ
પણજી. દેશમાં વધુ એક જેલ કાંડ સર્જાતા રહી ગયો છે. ગોવામાં બનેલી ઘટનામાં એક કેદીનું મોત થયું છે.  બે સિક્યુરિટી ગાર્ડ ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આશરે 49 જેટલા કેદીઓએ ગોવાની સદા સબ જેલને બંધક બનાવી નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઘટનામાં 11 કેદીઓ ઘાયલ થયા છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
 
શું છે ઘટના
 
- પોલીસે કહ્યું કે કેદીઓ દ્વારા કોઈ મામુલી વાતને લઈ આશરે 11 વાગે જેલર તથા અન્ય પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.
- કેદીઓએ ઝઘડા દરમિયાન ગેંગસ્ટર કેદી વિનાયક કોર્બાતકરની હત્યા કરી દીધી હતી. ગત વર્ષે જુલાઈમાં મર્ડર કેસમાં તેને જેલ થઈ હતી.
- 49 કેદીઓએ સમગ્ર જેલ પરિસરને બંધક બનાવી ગત રાત્રે નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો.
- તેણે જેલર વિઠ્ઠલ ગવાસ  અને વિઠ્ઠલ ગવાસ પર હુમલો કર્યો હતો. જેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમ એડિશનલ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝન સિદ્ધિવિનાયક નાયકે કહ્યું હતું.
 
11 કેદી થયા ઘાયલ
 
- જેલમાં થયેલી માથાકૂટમાં આશરે 11 કેદીઓ ઘાયલ થયા હતા. 
-  જેમાંથી 5 કેદીઓની ગોવા મેડિકલ કોલેજ અને 4ની  ચિકાલીમ કોટેજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
- જેલના એક કેદીએ જણાવ્યું કે, હું જમી રહ્યો હતો ત્યારે પોલીસે કોઈપણ કારણ વગર મને તથા અન્ય કેદીઓને ફટકારવાનું શરૂ કરી દીધું.
 
તમામ કેદીઓએ કર્યો સામુહિક હુમલો
 
ડીએસપી લોરેન્સ ડિસૂઝાએ કહ્યું, ઘટનામાં જેલર ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને ગોવા મેડિકલ કોલેજ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. તમામ કેદીઓએ અધિકારીઓ, પ્રહરીઓ પર મળીને હુમલો કર્યો હતો. તેમણે જેલમાંથી ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Goa sada sub jail atleast 49 prisioners attempts to flee
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended