Home »National News »Latest News »National» 40 Pink Polling Booths To Encourage Young Voters In Goa Assembly Polls

ગોવામાં પહેલીવાર પિંક પોલિંગ બૂથ, મહિલા વોટર્સને મળે છે Teddy બીયર

divyabhaskar.com | Feb 04, 2017, 15:15 PM IST

  • સમગ્ર ગોવામાં આવા 40 પોલિંગ બૂથ ઊભા કરવામાં આવ્યા છે.
પણજી. ગોવાની 40 વિધાનસભા સીટો માટે શનિવાર સવાર 7 વાગ્યાથી વોટિંગ થઈ રહ્યું છે. અહીં પહેલીવાર મહિલાઓ માટે ખાસ પિંક પોલિંગ બૂથ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં વોટિંગ કરનારી મહિલાઓને એક પિંક ટૈડી બીયર આપવામાં આવી રહ્યું છે.
 
સમગ્ર રાજ્યમાં 40 પિંક પોલિંગ બૂથ
 
- ઇલેક્શન કમિશનની સૂચનાથી રાજ્યમાં મહિલાઓ માટે 40 પોલિંગ બૂથ ઊભા કરવામાં આવ્યા છે. જ્યાં પિંક ડ્રેસમાં મહિલા સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો છે.
- પિંક બૂથનું નામથી ઓળખાતા આ બૂથો પર ગુલાબી રંગથી સજાવટ કરવામાં આવી છે.
- અહીં મહિલાઓની જરૂરત મુજબ તેમની દરેક સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
 
પિંક બૂથની શું છે ખાસીયત?
 
- પિંક પોલિંગ બૂથ પર પિંક ફ્લેગ, પિંક ફુગ્ગાઓ, રંગોળી અને અન્ય પ્રકારની સજાવટ કરવામાં આવી છે.
- મહિલાઓ માટે રેડ કાર્પેટ પાથરવામાં આવી છે. વોટિંગ માટે આવનારી મહિલાઓને ફૂલ આપીને સ્વાગત કરવામાં આવે છે.
 
પુરુષોથી 20 હજાર વધુ મહિલા વોટર્સ
 
- ગોવામાં 5 લાખ 62 હજાર વોટર્સ છે. ગોવામાં પુરુષોથી લગભગ 20 હજાર વધુ મહિલા વોટર્સ છે.
- મહિલા વોટર્સની સંખ્યાને જોતા ઇલેક્શન કમીશને આ નિર્ણય લીધો છે જેથી વધુમાં વધુ મહિલાઓ વોટિંગ કરવા માટે પ્રોત્સાહિત થાય.
- આ પહેલીવાર છે જ્યારે મહિલાઓ માટે ખાસ રીતે પિંક બૂથ બનાવવામાં આવ્યા છે.
- ગોવાના ચીફ ઇલેક્શન ઓફિસર કુણાલે જણાવ્યું કે, આ પ્રકારના બૂથોને બનાવવાનો ઉદ્દેશ વધુમાં વધુ મહિલાઓને પોલિંગ સ્ટેશન સુધી લાવવાનું છે.
 
પિંક બૂથ્સની વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 40 Pink Polling Booths to Encourage Young Voters in Goa Assembly Polls
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended