Home »National News »Photo Feature» Fashion Lover And Party Animal Rabia Is More Popular On Social Media

આ છે નવજોતસિંઘ સિદ્ધુની પુત્રી રાબિયા, ફેશન અને પાર્ટીઝની છે શૌખીન

divyabhaskar.com | Feb 07, 2017, 10:47 AM IST

  • પિતા સાથે રાબિયા અને અન્ય તસવીરમાં રાબિયા સિદ્ધુ.
ચંદીગઢઃકોમેડી શોઝમાં જજ તથા તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા નેતા નવજોત સિંહ સિદ્ધુની પુત્રી રાબિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. રાબિયાની તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ગતવર્ષે પણ સોશિયલ મીડિયા પર ટ્વિટ્સ અને વાયરલ તસવીરો થકી રાબિયા ચર્ચામાં રહી હતી. સિદ્ધુ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા બાદ અમૃતસર ઈસ્ટથી પંજાબની ચૂંટણી લડ્યા છે. પંજાબમાં 4 તારીખે મતદાન થયું છે. જ્યારે તેનું પરિણામ 11 માર્ચનાં રોજ આવશે. 
લંડનથી કર્યો છે અભ્યાસ

- સિદ્ધુની પુત્રી રાબિયાએ લંડનથી અભ્યાસ કર્યો છે. તે ફેશન અને પાર્ટીઝની શૌખીન છે.
- રાબિયા મોડલિંગ અને એક્ટિંગ જગતમાં પોતાનું કરિઅર બનાવી શકે છે. 
- તેણે ફેશન ડિઝાઈનિંગનો કોર્સ પણ કરેલો છે.
- રાબિયાનું સોશિયલ મીડિયામાં વેરિફાઈડ એકાઉન્ટ નથી. ટ્વિટર અને ફેસબુક પર તેના નામે 3 એકાઉન્ટ્સ છે. 
- ઉલ્લેખનીય છે કે રાબિયાના પિતા નવજોત સિંહ સિદ્ધુ 2004 થી 2014 સુધી ભાજપના સાંસદ રહ્યાં છે. 
 
ગતવર્ષે ટ્વિટ્સને કારણે આવી હતી ચર્ચામાં...

- રાબિયા ઘણીવાર ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા માધ્યમ પર એક્ટિવ રહે છે.
- તેણે એટીએમના સ્થાને પાસબુક મશીન ચોરી કરવાની ઘટના પર ટ્વિટ કરી હતી. જેમાં ચોરોને સંદેશ આપ્યો હતો કે, આ જ કારણે ભણવું જરુરી છે.
- રાબિયાએ અમુક ટ્વિટમાં કેજરીવાલને સલાહ આપી છે. એક ટ્વિટમાં તેણે આપની અલકા લાંબાને ટેગ કરી હતી અને પછી તે ટ્વિટને રિ-ટ્વિટ કરી હતી.
- જેની પર ઘણા લોકોએ રાબિયાને આપ સાથે જોડાવવા સંબંધે પ્રશ્નો કર્યા હતા. જોકે તેણે કોઈ જવાબ આપ્યો નહોતો.
- આ ટ્વિટ્સ બાદ જ રાબિયાની તસવીરો ફરી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ રાબિયા સિદ્ધુની વધુ તસવીરો.............)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Fashion Lover And Party Animal Rabia is More Popular On Social Media
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext