Home »National News »Photo Feature» Police Registered Attempt Of Murder Case And Arrested The Accused Girl

સરપ્રાઈઝનું કહી પ્રેમીનું ‘પ્રાઈવેટ પાર્ટ’ કાપી નાંખ્યું,યુવકની સ્થિતિ ગંભીર

Brijesh Dube/Harish Mishra/Ayaz Khan | Jan 28, 2017, 10:18 AM IST

  • આરોપી પ્રેમિકા અને પીડિત યુવક.
ભોપાલઃ મધ્ય પ્રદેશના સીધી જીલ્લામાં એક યુવકને પોતાની પ્રેમિકા પર વિશ્વાસ કરવો મોંઘો પડ્યો. 24 વર્ષીય યુવકની પ્રેમિકાએ સરપ્રાઈઝ આપવાના બહાને તેનું પ્રાઈવેટ પાર્ટ જ કાપી નાંખ્યું હતું. યુવકને ગંભીર સ્થિતિમાં રીવાના જીલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
અન્ય યુવતી સાથે થવાના હતા લગ્ન....

- 24 વર્ષીય સંજય કેવટને તેની પ્રેમિકાએ પોતાના ઘરે બોલાવ્યો હતો.
- આરોપી યુવતી સાથે સંજયના લગ્ન થવાના હતા પરંતુ કોઈ કારણોસર સંબંધ તૂટી ગયો હતો.
- સંબંધ તૂટી ગયો હોવાછતાં બંને એકબીજાને મળતા રહેતા હતા. 
- સંજયના અન્ય સ્થળે લગ્ન નક્કી થઈ ગયા હતા અને થોડા સમયમાં લગ્ન થવાના હતા. 
- આ કારણે પ્રેમિકાએ સરપ્રાઈઝ આપવાને બહાને સંજયની આંખો પર પટ્ટી બાંધી અને પછી તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખ્યો હતો. 
- ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પછી તેને ગંભીર સ્થિતિમાં રિવા જીલ્લા હોસ્પિટલમાં રેફર કરાયો.
- યુવતી વિરુદ્ધ ધારા 307 હેઠળ હત્યાના પ્રયાસ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી છે.
- પોલીસે જણાવ્યું કે, પીડિત યુવક મુંબઈમાં કામ કરે છે અને 13 તારીખે જ ગામમાં આવ્યો હતો.
- પોલીસને ઘટના સ્થળેથી યુવકનો પ્રાઈવેટ પાર્ટ મળ્યો નહોતો. જોકે તપાસ કરવા પર ઘરની પાછળ પહાડ પરથી તે મળી આવ્યું હતું.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...............................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Police Registered Attempt Of Murder Case And Arrested The Accused Girl
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext