Home »National News »Latest News »National» Tcs Girl Engineer Died In Car Accident At London

ટ્રેનિંગ માટે લંડન ગઇ હતી આ છોકરી, આવ્યા દર્દનાક મોતના સમાચાર

divyabhaskar.com | Jan 19, 2017, 16:55 PM IST

  • 22 વર્ષની હિમાંશી ટીસીએસમાં એન્જિનિયર હતી.
જબલપુર/લંડન: જબલપુરની હિમાંશી ગુપ્તા લંડનમાં એક સડક દુર્ઘટનામાં મૃત્યુ પામી. 22 વર્ષીય હિમાંશી ટીસીએસમાં એન્જિનિયર હતી અને પાંચ મહિના પહેલા જ લંડનમાં ટ્રેનિંગ માટે ગઇ હતી. લંડનના સમય પ્રમાણે આ દુર્ઘટના સવારે સાડા નવ વાગે સાઉથ લંડનના હાઉન્સલો પ્રાઇમરી સ્કૂલની નજીક થઇ હતી. તે સમયે હિમાંશી તેની મિત્ર સાથે બસસ્ટોપ પર ઑફિસ જવા માટે ઊભી હતી.
 
આવી ભયાનક હતી  દુર્ઘટના
 
- હિમાંશી બસસ્ટોપ પર ઊભી હતી તે દરમિયાન એક બેફામ સ્પીડે દોડતી કાળા રંગની રેન્જરોવર ગાડી કેટલાક વાહનોને ટક્કર મારતી બસસ્ટોપમાં ઘૂસી ગઇ. ગાડીની હડફેટમાં હિમાંશી અને તેની બહેનપણી આવી ગયા.
- ગંભીર રીતે ઘાયલ થયેલી બંને છોકરીઓને તાત્કાલિક એર એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવી જ્યાં સારવાર દરમિયાન હિમાંશીનું મૃત્યુ થયું.
- તેની મિત્ર જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહી છે. સાક્ષીઓના જણાવ્યા અનુસાર બંને છોકરીઓને કચડીને ગાડીનો ચાલક ફરાર થઇ ગયો હતો.
- પોલીસે નાકાબંધી કરીને ઘટનાસ્થળથી થોડેક દૂર  39 વર્ષીય કારચાલકની ધરપકડ કરી હતી.
 
ડિસેમ્બરમાં પૂરી થઇ  હતી ટ્રેનિંગ
 
- હિમાંશીના સહકર્મચારીઓએ લંડનમાં સ્થાનિક મીડિયાને જણાવ્યું કે ઓગસ્ટ 2016 માં તે સ્પેશિયલ પ્રોજેક્ટ માટે લંડન આવી હતી. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (ટીસીએસ) માં હિમાંશી ખૂબ જ સારું કામ કરી રહી હતી.
- ડિસેમ્બરમાં ટ્રેનિંગ પિરિયડ પૂરો થઇ ગયો હતો, જેને છ મહિના માટે વધારવામાં આવ્યો હતો. ઘટના પછી મોટી સંખ્યામાં તેના મિત્રો અને સહકર્મચારીઓ લંડનની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
- હિમાંશી જેઇસીમાં શિક્ષણ પછી 4 વર્ષ પહેલા પુણેમાં ટીસીએસમાં જોડાઇ હતી.
 
ડેથ સર્ટિફિકેટના કારણે રોકાયેલી રહી બોડી
 
- હિમાંશીના કાકા જિલ્લા અધિવક્તા સંઘના પૂર્વાધ્યક્ષ અશોક ગુપ્તાએ જણાવ્યું કે ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ ન થવાને કારણે તેનો પાર્થિવ દેહ લંડનમાં જ રોકી લેવામાં આવ્યો છે.
- પાર્થિવ દેહ જ્યારે ભારત આવશે ત્યારે પહેલા ટીસીએસને સોંપવામાં આવશે અને પછી જબલપુર લાવવામાં આવશે.
 
 
જસ્ટિસ વિવેક રુસિયાની ભાણી છે
 
હિમાંશી હાઇકોર્ટની ઇંદોર બેન્ચમાં હોદ્દો ધરાવતા જબલપુરના રહેવાસી વિવેક રુસિયાની ભાણી હતી. હિમાંશીના પિતા અજય ગુપ્તા સિનિયર વેટેરીનરી સર્જન અને મા પ્રીતિ ગુપ્તા માતા ગુજરી કોલેજમાં પ્રોફેસર છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ આ કેસ સાથે સંકળાયેલી તસવીરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tcs girl engineer died in car accident at london
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended