Home »National News »Desh» Girl Family Took 60 Thousand Rupees From Groom

બાથરૂમ જવાનું કહીને ગાયબ થઈ દુલ્હન, પોલીસ સ્ટેશન પહોંચ્યો વરરાજાનો પરિવાર

divyabhaskar.com | May 18, 2017, 16:44 PM IST

  • દુલ્હનના પરિવારે છોકરા પક્ષ પાસેથી રૂ. 60,000 લીધા
ઈન્દોર: મધ્યપ્રદેશના ઈન્દોરમાં લગ્નના નામે એક પરિવાર સાથે દગાખોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. અજમેરથી લગ્ન કરવા આવેલા આ પરિવારને છોકરીએ બાથરૂમ જઉં છું એવુ બહાનું બનાવીને ભાગીગઈ હતી. તેની સાથે આવેલી માસી પણ જ્યારે ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યા ત્યારે વરરાજાના પરિવારજનોને શંકા થવા લાગી હતી. ત્યારપછી વરરાજાના પરિવારજનો છોકરીની માસીને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વરરાજાએ આપેલી માહિતીના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી દીધી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
 
બાથરૂમ જવાના બહાને ભાગી ગઈ દુલ્હન

- અજમેરમાં રહેતા લોકેશ તેમના પિતા લખન લાલ પ્રજાપતિ સાથે છોકરી જોવા અહીરખેડી આવ્યા હતા. લખનલાલે જણાવ્યું કે, અજમેરમાં ઈંદરલાલ નામનો એક વ્યક્તિ મળ્યો હતો. તેણે કહ્યું હતું કે તે 80,000માં લોકેશ માટે છોકરી શોધી આપશે. આ વાતના આધારે લખનલાલ દીકરા લોકેશ અને માણએકચંદ સાથે ઈન્દોર આવ્યો હતો અને ઈંદરલાલને મળ્યો હતો. અંદર ત્રણેયને અહિરખેડીના વિદુર નગરમાં લઈ ગયો હતો. અહીં લખનને લોકેશ માટે પિંકી ઉર્ફે પૂજા પસંદ આવી ગઈ હતી અને તેથી તેણે શકનના રુપિયા પણ આપી દીધા હતા.

- વાતચીત થયા પછી છોકરીના પરિવારજનોએ લોકેશને તિલક પણ કરી દીધું. ત્યારપછી દુલ્હનના પરિવારજનોએ કહ્યું કે, તમે પૂજાને તમારી સાથે લઈ જાવ અમે અજમેર આવીને તેમના કોર્ટ મેરેજ કરાવી દઈશું.
- પરિવારજનોની સહમતી પછી લોકેશ દુલ્હનને લઈને અજમેર જવા માટે બસ સ્ટેન્ડ આવ્યો. એ ટિકિટ લેવા જવાની વાત કરી ત્યારે પૂજાએ બાથરૂમ જવાનું કહ્યું. ત્યારપછી તે ત્યાંથી ભાગી ગઈ હતી. ત્યારપછી પૂજા સાથે આવેલી તેની માસી પણ ભાગવાનો પ્રયત્ન કરવા લાગી ત્યારે લોકેશનાપરિવારને શંકા થવા લાગી હતી. અંતે તેઓ પૂજાની માસીને લઈને છોડી ગ્વાલટોલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. 
 
60,000 પણ લેતી ગઈ

- છોટી ગ્વાલટોલીના ઈન્સપેક્ટર સંજૂએ જણાવ્યું કે, ઈંદર અને છોકરીવાળાઓએ ગરીબીનું બહાનુ કરીને લખન લાલ પાસેથી રૂ. 60,000 લીધા હતા. ત્યારપછી તેમણે પૂજા પાઠ સાથે લોકેશના તિલકની વિધિ અને પૂજાનો ખોળ ભરવાની વિધિ પણ કરી દીધી હતી. ત્યારપછી તેમણે પૂજાને અજમેર લઈ જવાનું કહ્યું હતું.
 
ગભરાઈને ભાગી હતી છોકરી 

- પોલીસે દુલ્હનની બેન માયાની ધરપકડ કરી લીધી છે. માયા પૂજાની નાની બહેન છે. માયાએ જણાવ્યું કે, જ્યારે પૂજાને અજમેર મોકલવાની વાત આવી ત્યારે તે થોડી ગભરાઈ ગઈ હતી. કારણકે વરરાજા પક્ષ તરફથી કોઈ મહિલા ન હોવાના કારણે તે ગભરાઈને ભાગી ગઈ હતી. પોલીસ અન્ય તપાસ કરી રહી છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીર
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Girl Family took 60 thousand rupees from Groom
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended