Home »National News »Desh» 4 Guys Raped Minor Girl When She Reached In Neighbor Home For Holi Celebration

ભાભીને રંગ લગાવવા પહોંચ્યા હતા યુવકો, યુવતીને એકલા ભાળી કર્યું ગંદુ કામ

divyabhaskar.com | Mar 20, 2017, 00:05 AM IST

નવાદા(બિહાર) : હોળીની રાતે પાડોશી ભાભીને રંગ લગાવવા પહોંચેલા યુવકોએ ત્યાં એક યુવતીને એકલી ભાળી તેની પર ગેંગરેપ કર્યો હતો. ઘટના બાદ પીડિતાના નાના પોલીસ ફરિયાદ કરવા નીકળ્યા તો તેમને અટકાવી પંચાયત બોલાવવામાં આવી હતી. પંચાયતમાં આરોપીઓને 50 હજારનો દંડ ફટકારી કેસ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
 
ગામવાળાઓએ ફરિયાદ કરતા અટકાવ્યા, પછી પોલીસે ધક્કા ખવડાવ્યા

- નવાદા જીલ્લાના બમનૌરના ચાતર વિગહા ગામમાં પીડિતા તેની દિવ્યાંગ માતા સાથે નાના ત્યાં રહે છે.
- ગેંગરેપની કહાણી પીડિતાએ માતાને જણાવી હતી. આ સમયે નાના બહાર હોવાથી તેમને પરત આવવાની રાહ જોવામાં આવી.
- પીડિતાના નાનાએ જણાવ્યું કે, તેને પહેલા ફરિયાદ કરતા જતા અટકાવવામાં આવ્યા. તેમણે પંચાયતમાં પૈસા લેવાનો ઈન્કાર કરી દીધો હતો.
- પીડિતાના નાના સંતાઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા જ્યાંથી તેમને મહિલા પોલીસ સ્ચેશન મોકલવામાં આવ્યા. મહિલા પોલીસ સ્ટેશનના અધિકારી રેડ પાડવા ગયા હોવાથી પીડિતાના નાના પરત ફર્યા.
- મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, આ મામલે તેમને ફરિયાદ મળી ગઈ છે.
 
(આગળની સ્લાઈડ્સમાં ઈન્ફોગ્રાફિક્સ થકી જાણો પીડિતાની સંપૂર્ણ કહાણી........)
 
નોંધ- તસવીરો પ્રતિકાત્મક.
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 4 Guys Raped Minor Girl When She Reached in neighbor home for holi celebration
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended