Home »National News »Desh» Husband And In Laws Recorded Private Video Of Woman For Blackmailing Her

સુસાઈડ નોટમાં જણાવી લવ મેરેજની પીડા, પતિએ બનાવ્યો હતો MMS

divyabhaskar.com | May 16, 2017, 11:57 AM IST

  • લવ મેરેજની પીડા જણાવી 20 વર્ષીય યુવતી કંચને ફાંસો ખાઈ આત્મહત્યા કરી.
પટિયાલાઃ 11 પેજની સુસાઈડ નોટમાં સાસરીવાળા દ્વારા અપાતા ત્રાસ અને લવ મેરેજની પીડા જણાવી 20 વર્ષીય યુવતી કંચને ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. કંચનની સુસાઈડ નોટને આધારે સાસરી પક્ષના 6 લોકો વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાની ફરિયાદ પોલીસે નોંધી છે. સુસાઈડ નોટમાં યુવતીએ જણાવ્યું કે, પતિ અને સાસરી પક્ષના લોકોએ તેની અંગત પળોનો MMS બનાવી લીધો હતો. પતિ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રહ્યો હતો.
 
સાસરી પક્ષે કર્યો હતો ખોટો કેસ....

- યુવતીના પિતા કેસર સિંહે જણાવ્યું કે, પુત્રી કંચને 30 ઓગસ્ટ 2016ના રાજપુરાના તેજિંદર સિંઘ સાથે લવ મેરેજ કર્યા હતા. જેને કારણે પરિવારજનોએ પુત્રી સાથે વાતચીત બંધ કરી દીધી હતી.
- માર્ચમાં કંચને ફોન કરી જણાવ્યું કે, સાસરી પક્ષના લોકો તેને ત્રાસ આપી રહ્યાં છે. જે પછી તેને ઘરે લઈ આવ્યા. તેમછતાં પતિ ફોન થકી કંચનને રોજ હેરાન કરતો હતો.
- કંચનને ત્રાસ આપતા હોવાની ફરિયાદ એએસપી પટિયાલાને કરી હતી. જોકે કોઈ કાર્યવાહી ન થઈ પણ સાસરી પક્ષે ખોટો કેસ કરી દીધો.
- કંચને સુસાઈડ નોટમાં સાસરી પક્ષના લોકોનો ઉલ્લેખ કરતા લખ્યું કે, સાસરી પક્ષે 15 દિવસ બાદ જ રંગ દેખાડવાનું શરુ કરી દીધું હતું અને દહેજની માગ કરવા લાગ્યા.
- કંચનને લખ્યું કે, જેઠ અને સસરા મારી પર ગંદી નજર રાખતા હતા અને મને ધંધો કરવાનું કહેતા હતા. પતિ પણ આવું જ ઈચ્છતો હતો. હું બે વખત ગર્ભવતી થઈ પણ મારુ અબોર્શન કરાવી દીધું.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.............)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Husband And In Laws Recorded Private Video Of Woman For Blackmailing Her
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended