Home »National News »Desh» Police Arrested Boyfriend Of Girl After Her Parents Complained

રાતે બોયફ્રેન્ડને મળવા ગઈ હતી યુવતી, પછી કુવામાં આમ મળી લાશ

divyabhaskar.com | Mar 21, 2017, 00:04 AM IST

  • બોયફ્રેન્ડે મળવાનો ઈન્કાર કર્યા બાદ યુવતીએ કુવામાં કુદી આત્મહત્યા કરી હતી.
ધનાબાદ (ઝારખંડ) : અહીં કુમારધુબીમાં બોયફ્રેન્ડે મળવાનો ઈન્કાર કર્યા બાદ ઈન્ટરની એક સ્ટુડન્ટે કુવામાં કુદી આત્મહત્યા કરી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોની ફરિયાદના આધારે મૃતકના બોયફ્રેન્ડની ધરપકડ કરી હતી. 
 
બોયફ્રેન્ડને મળવા ગયા બાદ પરત ન આવી...

- ગાડીખાના નિવાસી વિરેન્દ્ર સાવની પુત્રી સુરભી ઘરેથી નીકળ્યા બાદ પરત આવી નહોતી. યુવતીના પરિવારજનોએ તેના બોયફ્રેન્ડ રાહુલની પૂછપરછ કરી તો તેણે કંઈ જણાવ્યું નહીં.
- યુવક પર દબાણ કરી પૂછતા તેણે કહ્યું કે, સુરભી તેને મળવા આવી હતી જોકે વાતચીત બાદ જતી રહી હતી.
- પરિવારજનોને કંઈક ખોટું થયાની આશંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી. પરિવારજનોએ રાહુલ પર આરોપ લગાવ્યા હતા.
- સુરભીની લાશ એક કુવામાંથી મળી આવી હતી, જેની માતા-પિતાએ પણ ઓળખ કરી હતી.
- રાહુલે અફેરની વાત સ્વીકારતા કહયું કે, 15 માર્ચના રાતે 11 વાગે સુરભી તેને મળવા પહોંચી હતી. તેણે પોતાના હાથની નસ કાપી લીધી હતી.
- રાહુલે તેને સમજાવી મોકલ્યો તો તેણે મિત્રને ત્યાં જવાની વાત કરી. જે પછી રાહુલે યુવતીના પરિવારજનોને જાણ કરતા તેઓ સુરભીને લઈ ગયા હતા.
- 17 માર્ચની રાતે સુરભીએ રાહુલને કુવા પાસે મળવા બોલાવ્યો હતો. જોકે તે ત્યાં ન પહોંચતા સુરભીએ આત્મહત્યા કરી હતી.
- સુરભી ઈન્ટરની સ્ટુડન્ટ છે જ્યારે રાહુલ એન્જિનિયરિંગ કરી રહ્યો છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..............)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Police Arrested Boyfriend Of Girl After Her Parents Complained
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended