Home »National News »Latest News »National» Read Why Girl Commits Suicide With Brothers Gun

BFએ આપી હતી મારવાની ધમકી, ભાઈની બંદૂકથી બહેને કર્યું સુસાઈડ

divyabhaskar.com | Jan 22, 2017, 15:19 PM IST

  • કૃષ્ણા લોધીએ દેશી તમંચાથી ગોળી ચલાવીને સુસાઈડ કરી હતી.
ગ્વાલિયર. ચાર મહિના બાદ પોલીસે એક યુવક પર સુસાઈડ માટે ઉશ્કેરવાનો મામલો નોંધ્યો છે. આ યુવકના કારણે સબ ઈન્સ્પેક્ટર બનવાની તૈયારી કરી રહેલી યુવતીએ દેશી તમંચાથી ગોળી મારીને સુસાઈડ કર્યું હતું. આ દેશી તમંચો તેનો ભાઈ ઘરમાં જ રાખતો હતો. જેને સુસાઈડ બાદ યુવતીના ભાઈએ ગાયબ કરી દીધો હતો.

શું છે મામલો
 
- ગત વર્ષે 11 સપ્ટેમ્બરે નાકા ચંદ્રવદની વિસ્તારમાં કૃષ્ણા લોધી નામની યુવતીએ દેશી તમંચાથી ખુદને ગોળી મારીને સુસાઈડ કરી લીધી હતી. પોલીસને ઘટના સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી હતી.
- આ સુસાઈડ નોટમાં તેણે બે યુવકો રજનીશ અને અખિલેશના નામ પણ લખ્યા હતા. તેમાં રજનીશ પર પ્રેમમાં ફસાવ્યોનો આરોપ કૃષ્ણાએ લગાવ્યો હતો.
-કૃષ્ણાએ એમ પણ લખ્યું હતું કે રજનીશ તેને મારવાની તૈયારીમાં હતો. આ કામમાં અખિલેશે પણ તેને મદદ કરી. અંતમાં કૃષ્ણાએ દેશી તમંચાથી સુસાઈડ કરી લીધી.
 
પોલીસે રજનીશ પર દાખલ કર્યો કેસ
 
- ચાર મહિનાની તપાસ પછી પોલીસે કૃષ્ણાના પ્રેમી રજનીશ ઉપર આત્મહત્યા માટે ઉત્તેજન આપવાનો કેસ દાખલ કર્યો. પોલીસે એ રહસ્ય ઉકેલી નાખ્યું કે દેશી તમંચો કૃષ્ણાનો ભાઈ મંગલ લોધી લઇને આવ્યો હતો.
- કૃષ્ણાએ આત્મહત્યા કર્યા પછી મંગલે આ તમંચો છુપાવી દીધો જેથી પોલીસ તેને શોધી ન શકે. અંતમાં પોલીસે મંગલની પૂછપરછ કરી તો તેણે પોલીસને તમંચા વિશેની બાતમી આપી દીધી.
 
કૃષ્ણાના ભાઈનો હતો દેશી તમંચો
 
-  મંગલે પોલીસને જણાવ્યું કે તે આ દેશી તમંચો ગામડેથી પોતાની સુરક્ષા માટે લાવ્યો હતો. આ જ તમંચાથી બહેને આત્મહત્યા કરી લીધી.
- જ્યારે કૃષ્ણાએ દેશી તમંચાથી ગોળી મીને આત્મહત્યા કરી લીધી ત્યારે મંગલ ઘરમાં પ્રવેશ્યો. ઘરમાં આવતા જ તેણે સૌથી પહેલા તમંચો ગાયબ કર્યો અને પછી બેભાન થવાની એક્ટિંગ કરવા લાગ્યો.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, ફોટા....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Read why girl commits suicide with brothers gun
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended