Home »National News »Desh» Girls Used To Loot The People By Honey Trap And Charged Millions

આ છોકરીઓ એક ઝટકામાં કમાતી હતી લાખો રૂપિયા, અપનાવતી હતી ખાસ TRICK

divyabhaskar.com | May 18, 2017, 10:45 AM IST

  • આ છોકરીઓ કરોડપતિ છોકરાઓને ફસાવે છે
જયપુર: સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે રેપની ખોટી વાર્તા બનાવીને બ્લેકમેલ કરતી છોકરીઓના ગ્રૂપમાંથી અન્ય બે યુવતીઓની ધરપકડ કરી લીધી. પકડવામાં આવેલી છોકરી મુંબઈમાં એક ડી.જે ગ્રૂપ ચલાવતી હતી અને બીજી છોકરીની અજમેરથી ધરપકડ કરવામાં આવી છે. આ છોકરીઓ પૈસા વાળા લોકોને પહેલા તેમની પ્રેમ જાળમાં ફસાવે છે અને ત્યારપછી તેમને રેપની ધમકી આપીને તેમને બ્લેકમેલ કરીને લાખો રૂપિયા પડાવે છે. 
 
- પોલીસ એસઓજીના આઈજી દિનેશ એમએનએ જણાવ્યું કે 21 વર્ષની આરોપી શિખા તિવારી ઉર્ફે અંકિતા ઉર્ફે ડીજે અદા છે. તે મૂળ જયપુરની છે. અજમેરમાં પકડાયેલી છોકરીનું નામ આકાંક્ષા છે.
 
જલ્દી પૈસા કમાવવાના ચક્કરમાં છોકરી કરતી હતી છોકરાઓને બ્લેકમેલ

- એસઓજી દ્વારા ડિસેમ્બર 2016માં રેપની ધમકી આપીને બ્લેકમેલિંગ કરનાર ગ્રૂપની ઓળખ કરવામાં આવી હતી. તેમાંથી અંદાજે 32 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે આરોપી શિખા ડિસેમ્બર 2016થી ક્યાંક ભાગી ગઈ હતી.
- શિખાએ જયપુરના વૈશાલી નગરમાં મેડિસ્પાના નામથી હેર ટ્રાન્સપ્લાન્ટનું ક્લિનિક ચલાવતા ડો. સુનીત સોનીને નિશાન બનાવ્યા હતા.
- ત્યારપછી શિખાએ તેની એક મિત્રને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાના બહાને સુનીત પાસે મોકલી હતી.
- શિખાએ પોતે ડિપ્રેશનમાં હોવાની વાત કહીને ડૉ. સુનીત સોનીને પોતાની સાથે પુષ્કર આવવા કહ્યું હતું.
- ત્યાં શિખાએ ડૉ. સુનીત સોનીના નામે એક રિસોર્ટ બુક કરાવ્યું હતું. ત્યારપછી તે શિખાને ત્યાં જ છોડીને મોડી રાત્રે જયપુર પરત આવી ગયા હતા.
 
ફોન કરીને બહાના બનાવતી હતી છોકરી

- શિખાએ સુનીતને વાંરવાર ફોન કરીને પોતાની તબિયત ઠીક ન હોવાનું કહ્યું અને પુષ્કર પાછા આવીને લઈ જવાનું કહ્યું. સુનીત રાત્રે તેની ગાડીમાં ફરી પુષ્કર ગયો અને રાત્રે ત્યાં જ રોકાઈને પછી જયપુર આવી ગયો હતો.
- તેના બે દિવસ પછી જ આરોપી અક્ષત વર્મા અને વિજય ઉર્ફે સોનુ શર્માએ ડૉ. સુનીત સોનીનો સંપર્ક કરીને તેણે શિખા સાથે રેપ કર્યો હોવાની ફરિયાદની ધમકી આપીને એક કરોડ પડાવ્યા હતા.
- બંને આરોપીઓએ પોતાની જાતને મીડિયાકર્મી ગણાવ્યા હતા અને મીડિયામાં આ ન્યૂઝ ચલાવવાની ધમકી આપી હતી. સુનીતે પૈસા આપવાની ના પાડી તો શિખાના રોકેલા વકીલ નવીન દેવાની અને નિતેશબંધુ શર્માએ પુષ્કરમાં ડૉ. સુનીત શર્માના નામે રેપની ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. પોલીસે સુનીતની ધરપકડ પણ કરી લીધી હતી.
 
એક કરોડમાં થયો કેસ સેટલ

- ત્યારે ડૉ. સુનીતના પિતા અને તેના ભાઈએ શિખાના માણસો સાથે સેટિંગ કરવા માટે રૂ. એક કરોડ આપવા પડ્યા હતા.
- આમ, ડો. સુનીત સોનીને રેપના ખોટા કેસમાં 78 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. ત્યારપછી સુનીતે આઈજી દિનેશ એમએનને બધી જ વાત કરીને શિખા અને તેના સાથી મિત્રો સામે ફરિયાદ દાખલ કરી હતી.
- ઘટના પછી શિખા જયપુર છોડીને મુંબઈ જતી રહી હતી. ત્યાં તેણે ડિજે અદાના નામથી મ્યૂઝિકલ ગ્રૂપ બનાવી દીધું હતું અને મોટી હોટલોમાં પોતાના પ્રોગ્રામ આપવા લાગી હતી.
- જયપુર પોલીસને આ વાતની જાણ થતા તેમણે એક ટીમ બનાવી અને એક કાર્યક્રમ દરમિયાન તેની ધરપકડ કરી લીધી હતી. હવે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
 
લોકોને ફસાવવા માટે ગર્લફ્રેન્ડને આપ્યો ફ્લેટ અને કાર, આરોપી યુવતીની ધરપકડ

- હાઈપ્રોફાઈલ બ્લેકમેલિંગ ગેંગ માટે નિવેદન, રિપોર્ટ નોંધાવવા અને લોકોને ફસાવવાની ખાસ ભૂમિકા કરતી છોકરીની એસઓજીએ ધરપકડ કરી લીધી છે. 
- પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી આકાંક્ષા ગેંગમાં સામેલ અક્ષતની ગર્લફ્રેન્ડ હતી.
 
આગળની સ્લાઈડમાં જુઓ આ મારકણીઅદા વાળી છોકરીઓની અન્ય તસવીરો
 
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Girls used to loot the people by Honey Trap and charged millions
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended