Home »National News »Latest News »National» 4 Killed As Speeding Audi SUV Rams Into Auto In Ghaziabad

દિલ્હીઃ તીવ્ર ઝડપે દોડતી ઓડીએ મારી ટક્કર, ઓટો સવાર 4નાં મોત

divyabhaskar.com | Jan 28, 2017, 13:20 PM IST

  • ટક્કર એટલી જોરદાર હતી કે ઓટોના છોતરા ઉડી ગયા હતા.
નવી દિલ્હી. ગાજિયાબાદમાં એક ખૂબ ઝડપથી તીવ્ર ઝડપે ચાલી રહેલી ઓડીએ ઓટોને ટક્કર મારી દીધી. શુક્રવાર રાત્રે 12 વાગ્યની આસપાસ થયેલી આ દુર્ઘટનામાં ઓટોમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઓડી ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.  
 
મૃતકોમાં એક મહિલા પણ સામેલ
 
- આ ઘટના ગાજિયાબાદના ઈન્દિરાપુરમની પાસે નહેરના કિનારના વિસ્તારમાં થઈ હતી.
- એક તરફ જ્યાં ઓટોના છોતરા ઉડી ગયા, બીજી તરફ ઓડી કાર પણ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ અને કારની એરબેગ પણ ખુલી ગઈ.
- મૃતકોમાં એક મહિલા પણ સામેલ છે જેની ઓળખ કાનપુરની રહેવાસી રિંકૂ યાદવ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ રિંકૂ નોઈડામાં એચસીએલમાં કામ કરતી હતી.
 
ઓડી સફદરગંજ હોસ્પિટલના ડોક્ટરના નામે રજિસ્ટર્ડ
 
- મીડિયા અહેવાલો મુજબ, આ ગાડી સફદરગંજ હોસ્પિટલના એક ડોક્ટરના નામે રજિસ્ટર્ડ છે.
- પોલીસ તપાસ કરી રહી છે કે આ ગાડીમાં કેટલા લોકો સવાર હતા અને ગાડી કોણ ચલાવી રહ્યું હતું.
- પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ઓડીના ડ્રાઈવરની તલાશ શરૂ કરી દીધી છે.
- પોલીસને આશંકા છે કે આ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો મામલો હોઈ શકે છે. મળતી માહિતી મુજબ ગાડીમાં પાણીની બોટલો અને નમકીનના પેકેટ્સ મળ્યા છે.
 
અકસ્માતની વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 4 killed as speeding Audi SUV rams into auto in Ghaziabad
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended