Home »National News »Photo Feature» Punjabi Boys Gives Strong And Positive Response Through Army Recruitment Rally

પાઘડી ખોલી ખુલ્લા વાળ સાથે યુવકોએ દેખાડ્યો દમ, આવો હતો સૈન્ય ભરતી મેળો

divyabhaskar.com | Feb 09, 2017, 12:30 PM IST

  • 24 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ ભરતીમાં અમૃતસર, તરન તારન, ગુરદાસપુર તથા પઠાનકોટ જીલ્લામાંથી 55437 યુવકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
અમૃતસરઃશાને કારણે બદનામ પંજાબના સરહદી જીલ્લામાં યોજાયેલા સૈન્ય ભરતી મેળાએ સકારાત્મક સંકેતો આપ્યા હતા. પ્રથમવાર ઓનલાઈન રજીસ્ટ્રેશન થકી આટલી મોટી સંખ્યામાં યુવકોએ ભરતી મેળામાં ભાગ લીધો હતો. 6 ફેબ્રુઆરીથી શરુ થયેલી આ ભરતી પ્રક્રિયામાં યુવકોની ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવી હતી, જે સમયે તેમની પાઘડી ખોલાવડાવી દીધી હતી. 24 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ ભરતીમાં અમૃતસર, તરન તારન, ગુરદાસપુર તથા પઠાનકોટ જીલ્લામાંથી 55437 યુવકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
 
 
 
ટેટૂવાળા યુવકોને પહેલા જ બહાર કરી દેવાયા

- અધિકારીઓ આને રાજ્યની સાથે જ સૈન્ય માટે પણ સકારાત્મક સંકેત ગણાવ્યો છે. ધુમ્મસ અને ઠંડી પણ યુવકોનો મનોબળને તોડી શકી નહોતી.
- સૈન્ય અધિકારીઓએ સંપૂર્ણ તપાસ બાદ જ યુવકોને ગ્રાઉન્ડમાં એન્ટ્રી આપી હતી. શરીરે ટેટૂ કરાવનારા યુવકોને પહેલા જ બહાર કરી દેવામાં આવ્યા હતા.
- ઓનલાઈન રજીસ્ટ્રેશનને કારણે ફેક નોંધણી સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી.
- છેલ્લા ઘણા સમયથી પંજાબના યુવાનો નશાને કારણે સૈન્યમાં ન જોડાતા હોવાનું અને સૈન્યમાં પંજાબીઓની ભાગીદાર ઘટી રહી હોવાની ચર્ચા હતી. જેની પર આ ભરતી પૂર્ણવિરામ લગાવી દીધું છે.
- સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે, 6-9 ફેબ્રુઆરી તરનતારન, 10 થી 13 સુધી ગુરદાસપુર, 14 થી 18 ફેબ્રુઆરી અમૃતસર અને 19-21 ફેબ્રુઆરી પઠાનકોટમાં ભરતી મેળો થશે.
- ગુરદાસપુરથી 17,668 યુવકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું જ્યારે અમૃતસરથી 15,569 યુવકોના નામ નોંધાયા છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ ભરતી મેળામાં પરીક્ષા આપતા યુવકોની વધુ તસવીરો.............)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Punjabi Boys Gives Strong And Positive Response Through Army Recruitment Rally
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended