Home »National News »Photo Feature» Man Cheated People By Giving Demo From Original Branded Power Bank

અડધા ભાવે યુવક પાસેથી ખરીદી પાવર બેંક, ખોલીને જોયું તો હતી આ વસ્તુઓ

Subodh Khandelwal | Feb 14, 2017, 16:44 PM IST

  • પાવર બેંકની અંદર લોટની સાથે જૂની સર્કિટ અને વાયર ચોંટેલા હતા.
ઈન્દોરઃ પથ્થર ગોદામ વિસ્તારના વેપારીઓએ એક યુવકને પકડી પોલીસને હવાલે કર્યો હતો. આ યુવક બ્રાન્ડેડ કંપનીની પાવર બેંકના નામે વેપારીઓને છેતરી રહ્યો હતો. તેની પાસેથી સોની, વીવો અને એમઆઈ સહિતની કંપનીઓના બોક્સમાંથી મોટા પ્રમાણમાં નકલી પાવર બેંક મળી આવી હતી.
 
પાવર બેંકની અંદર હતો લોટ અને વાયર...

- આરોપી યુવક બ્રાન્ડેડ કંપનીઓની પાવર બેંક વેપારીઓને વેચી રહ્યો હતો. 
- ડેમો માટે આરોપી બ્રાન્ડેડ કંપનીની અસલી પાવર બેંક ખોલી મોબાઈલ ચાર્જ કરી આપતો હતો.
- આરોપી માર્કેટમાં 1000 રૂપિયામાં વેચાતી પાવર બેંકને 500 રૂપિયામાં તથા 1500 રૂપિયાના ઈન્સટ્રુમેન્ટ્સને 750 રૂપિયામાં વેચી રહ્યો હતો.
- લોકોએ આ સામાન સસ્તામાં વેચવાનું કારણ પૂછતા આરોપીએ કહ્યું, રેલવેએ કરેલી હરાજીમાંથી લીધેલા બે બોક્સમાંથી તેને આ સામાન મળ્યો હોવાની વાત કરી હતી. 
- ડેમો જોયા બાદ વેપારીઓને આરોપી પર વિશ્વાસ થઈ ગયો કારણ કે અન્ય બોક્સ પણ બ્રાન્ડેડ કંપની જેવા જ હતા.
- લોકોએ આરોપી પાસેથી પાવર બેંક ખરીદી લીધી. આ સમયે ત્યાંથી આસિફ ખિલજી અને તેનો મિત્ર મુકેશ નીકળ્યા હતા. 
- આ બંનેએ લોકોને ભેગા કરી કહ્યું કે, તેમણે આરોપી યુવક પાસેથી 5 પાવર બેંક ખરીદી હતી અને તમામ નકલી હતી.
- આ સાંભળતા વેંત જ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેને લોકો પકડી પાડ્યો.
- આરોપીના પકડાયા બાદ આસિફ અને મુકેશ તેના પાવર બેંક ખોલી લોકોને દેખાડ્યા. પાવર બેંકની અંદરની વસ્તુઓ જોઈ લોકો ચોંકી ગયા હતા.
- પાવર બેંકની અંદર લોટની સાથે જૂની સર્કિટ અને વાયર ચોંટેલા હતા. આ દ્રશ્ય જોઈ લોકોએ પોલીસને આ અંગે જાણ કરી હતી.
- પોલીસ આરોપી મકસૂદની ધરપકડ કરી પોતાની સાથે લઈ ગઈ હતી. આરોપીએ પૂછપરછમાં જણાવ્યું કે, છેલ્લા એક અઠવાડિયાથી તે અહીં કામ કરતો હતો. 
- પોલીસ હાલ તેના સાથીઓ અને અન્ય બાબતે તપાસ કરી રહી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.....................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Man Cheated People By Giving Demo From Original Branded Power Bank
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended