Home »National News »Desh» International Crime Rate Is Worry For Local Police And Government

અહીં પોતાના શોખ પૂરા કરવા આવે છે વિદેશીઓ, પછી રમાય છે ‘ગંદી’ રમત

divyabhaskar.com | Mar 12, 2017, 19:14 PM IST

  • કુલ્લૂમાં વિદેશીઓ સારી ગુણવત્તાવાળી ચરસની શોધમાં હોય છે.
ચંદીગઢઃ હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં વિદેશી પ્રવાસીઓનું આગમન થવા લાગ્યું છે. મોટાભાગના વિદેશીઓ અહીં નશા અને મોજમસ્તી માટે જ આવે છે. કુલ્લૂમાં વિદેશીઓ સારી ગુણવત્તાવાળી ચરસની શોધમાં હોય છે. આખા વર્ષમાં અહીં 1 લાખ જેટલા પ્રવાસીઓ આવે છે અને પછી શરુ થાય છે નશાખોરી અને રેવ પાર્ટીઓની ગંદી રમત.
આંકડાઓ બોલે છે આ વાત...

- કુલ્લૂ પોલીસ રેકોર્ડમાં 10 વર્ષની અંદર એનડીપીએસ એક્ટ હેઠળ વિદેશી પ્રવાસીઓ વિરુદ્ધ 60 કેસ નોંધાયા છે.
- આ જ કારણે 2 વિદેશી મહિલાઓ સાથે રેપની ઘટના બની અને 5નું ડ્રગ્સના ઓવરડોઝને લીધે મોત થયું હતું.
- 1999થી અત્યારસુધીમાં કુલ્લૂ આવેલા 21 વિદેશી પ્રવાસીઓ ગુમ થયા.
- વિદેશી પ્રવાસીઓ ગામના ઘર અને ગેસ્ટ હાઉસમાં રહેતા હોય છે. આકંડાઓની માનીએ તો આંતરરાષ્ટ્રીય ક્રાઈમ અહીં વધવા લાગ્યું છે.
- વિદેશી પ્રવાસીઓ વિરુદ્ધ 50થી વધુ કેસ છે જેમાં ચરસ લાવવા-લઈ જવા અને તેના સેવનનો સમાવેશ થાય છે.
- ઈઝરાયલના લોકો કસોલને ગુણવત્તાસભર ચરસના સ્થાન તરીકે ઓળખે છે.
- અહીં ઈઝરાયલ, ઈટાલી, ફ્રાન્સ, રશિયા, યુકે અને યુએસએના પ્રવાસીઓ આવે છે. વિદેશીઓ સ્થાનિક લોકોને ચરસની ખેતી કરવા માટે પૈસા આપે છે.
- અમુક લોકો અનુસાર, વિદેશીઓ ગામમાં વધારે સમય રોકાય તે માટે તેમને ચરસ વેચવામાં આવે છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ વિદેશી યુવક-યુવતીઓની મોજ મસ્તી અને અન્ય તસવીરો..........)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: International Crime Rate Is Worry For Local Police And Government
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended