Home »National News »Latest News »National» Fm Arun Jaitley To Present The Union Budget On 1 February 1st Time In 93 Years

આજે બજેટ: 2 વાત બનશે પ્રથમ વખત, સર્વિસ ટેક્સ અને IT સ્લેબમાં ફેરફાર પર રહેશે નજર

divyabhaskar.com | Feb 01, 2017, 09:41 AM IST

નવી દિલ્હી. નાણાં મંત્રી અરૂણ જેટલી આજે સવારે 11 કલાકે લોકસભામાં જનરલ બજેટ રજૂ કરશે. પોતાની સ્પીચ બાદ તેઓ ટ્વિટર પર લોકોના બજેટ સાથે સંકળાયેલા સવાલોના જવાબ આપશે. આ બજેટમાં બે વાત પ્રથમ વખત થઈ જવા રહી છે. ઉપરાંત જેટલી પાસેથી અનેક સવાલના જવાબ મળવાની આશા છે.
 
શું થશે પ્રથમ વખત, કોના પર રહેશે નજર, ક્યા સવાલોના મળશે જવાબ
 
1. 93 વર્ષમાં પ્રથમ વખત રેલ બજેટમાં અલગથી રજૂ નહીં થાય
 
- રેલ બજેટ જનરલ બજેટમાં મર્જ થયું હોય તેવું પ્રથમ વખત બનશે. 1924માં અંગ્રેજ શાસનથી 2016 સુધી દરેક વર્ષે રેલ બજેટ રજૂ થયું છે.
- નીતિ આયોગના સભ્ય બિબેક દેબરોય અને કિશોર દેસાઈની કમિટીએ રેલ બજેટ ખતમ કરવાની ભલામણ કરી હતી.
-  રેલવે સરકારી ખજાનામાંથી 40 હજાર કરોડ રૂપિયા મળ્યા બાદ જ દર વર્ષ આશરે 10 હજાર કરોડ રૂપિયા ડિવિડન્ડ તરીકે ચૂકવે છે. રેલવેને કમર્શિયલ વેન્ચર માનવામાં આવે છે. તેને સરકાર અને બીજા સેકટર્સથી એડ મળે છે. તેના 6% રેલવે કેન્દ્રને આપે છે.
 
2. જનરલ બજેટ પ્રથમ વખત 1 ફેબ્રુઆરીએ રજૂ થશે
 
- 1924થી જનરલ બજેટ ફેબ્રુઆરીની અંતિમ તારીખે રજૂ થતું આવ્યું છે. આ વખતે બજેટ ફેબ્રુઆરીની 1  તારીખે રજૂ થશે તેમ પ્રથમ વખત બનશે.
- વાર્ષિક ખર્ચ સાથે સંકળાયેલા પ્લાન અને પ્રપોઝલ્સને આગામી નાણાકીય વર્ષ શરૂ થતાં પહેલાં સંસદની મંજૂરી મળી શકે તે માટે આમ કરવામાં આવ્યું છે.
 - 2000 સુધી જનરલ બજેટ સાંજે 5 વાગે રજૂ થતું હતું. પરંતુ વાજયેપી સરકારના સમયમાં 2001માં યશવંત સિન્હાએ આ ટ્રેન્ડ બદલ્યો અને બજેટ 11 વાગે શરૂ થવા લાગ્યું.
 
બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
 
1#50 હજાર રૂપિયાથી વધારે કેશ ટ્રાન્ઝેક્શન પર લાગી શકે છે ટેક્સ
 
- બજેટમાં જેટલી બેંક કેશ ટ્રાન્ઝેક્શન ટેક્સની જાહેરાત કરી શકે છે.
- જે અંતર્ગત 50 હજાર રૂપિયાથી વધારેના વિડ્રોલ કે કેશ ટ્રાન્ઝેક્શન પર 1 થી 2 ટકા ટેક્સ લાગી શકે છે.
- જેનો હેતુ લોકો કેશમાં લેણદેણથી બચે અને ડિજિટલ પેમેન્ટ મોડ અપનાવે તેવો છે.
- દેશમાં ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા બનેલી કમિટીએ આવી ભલામણ કરી હતી.
- સરકાર 5 કે 10 લાખ રૂપિયાથી વધારે કેશ ટ્રાન્ઝેક્શન પર બેન પણ લગાવશે તેમ માનવામાં આવે છે.
 
2#8 લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે ટેક્સ ફ્રી
 
- બજેટમાં ઈન્કમ ટેક્સમાં છૂટ 2.5 લાખથી વધીને ત્રણ લાખ રૂપિયા વાર્ષિક થઈ શકે છે.
- 80C અંતર્ગત તમે 1.5 લાખ રૂપિયા અને નેશનલ પેન્શન સ્કીમ (NPS) સાથે 2 લાખ રૂપિયાની છૂટ લઈ શકો છે.  આ લિમિટ વધારીને 80C અંતર્ગત 2 લાખ અને NPS અંતર્ગત 2.5 લાખ રૂપિયા વધારી શકાય છે.
- હોમ લોનના ઈન્ટરેસ્ટ પર હજુ 2 લાખની છૂટ મળે છે. તેને વધારીને 2.5 લાખ રૂપિયા કરી શકાય છે.
- આ રીતે હાલ 80C, NPS અને હોમ લોનના ઈન્ટરેસ્ટ સહિત 6.5 લાખ રૂપિયા વાર્ષિક છૂટ લઈ શકો છે, જે વધારીને 8 લાખ રૂપિયયા થઈ શકે છે.
 
હાલ આ છે ટેક્સ સ્લેબ
 
- 2.5 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ લાગતો નથી.
- 2.5 થી5 લાખની ઈન્કમ પર 10%  ટેક્સ લાગે છે.
- 5 થી 10 લાખની ઈન્કમ પર 20% ટેક્સ લાગે છે.
- 10 લાખ રૂપિયાથી વધારે ઈન્કમ પર 30% ટેક્સ લાગે છે.
- તમામ સ્લેબમાં ઈન્કમ ટેક્સ પર 3% એજ્યુકેશન સેસ લાગે છે.
- 60થી 80 વર્ષની ઉંમર હોય તો 3 લાખ રૂપિયા અને 80થી વધારે ઉંમરના લાકો માટે 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક ઈન્કમ પર કોઈ ટેક્સ આપવો પડતો નથી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, બજેટમાં બીજી કઈ જાહેરાતો થઈ શકે છે...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: fm Arun Jaitley to present the union budget on 1 February 1st time in 93 years
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended