Home »National News »Photo Feature» First Transgender Banker Of India Monica Das

આ છે સ્ટાઇલિશ ટ્રાન્સજેન્ડર મોનિકા દાસ, બીજા કિન્નરોથી છે અલગ

Om Pratap | Feb 02, 2017, 16:23 PM IST

  • મોનિકા દેશની પહેલી ટ્રાન્સજેન્ડર બેન્કર છે. તેની ઉંમર 25 વર્ષ છે.
પટણા: એ કહેવાની જરૂર નથી કે હવે દેશમાં ટ્રાન્સજેન્ડર્સની ઓળખ બદલાઇ રહી છે. તેઓ ધાર્મિક અખાડાઓના પ્રમુખથી લઇને ન્યુઝ એન્કર, નોકરી, પોલિટિક્સ અને બિઝનેસમાં પણ નામના મેળવી રહ્યાં છે. આમાંની જ એક છે પટણાની ટ્રાન્સજેન્ડર મોનિકા દાસ. તેમણે divyabhaskar.com સાથે વાતચીત કરીને પોતાના વિશે ઘણી વાતો શેર કરી.
 
કેવી રીતે બીજા ટ્રાન્સજેન્ડર્સથી અલગ છે મોનિકા
 
- ઉલ્લેખનીય છે કે મોનિકા દેશની પહેલી ટ્રાન્સજેન્ડર બેન્કર છે. તેની ઉંમર 25 વર્ષ છે.
- તે પટણાના હનુમાનનગર સ્થિત સિંડિકેટ બેન્કમાં ક્લર્ક છે. ઓક્ટોબર 2015 માં તેણે બેન્ક જોઇન કરી હતી.
- તેમના અધિકારીઓ પણ કબૂલે છે કે તેઓ એક ક્લર્ક તરીકે ઉત્તમ કામ કરી રહ્યા છે.
 
(ચર્ચામાં કેમ: બિહારમાં મેટ્રિક અને ઇન્ટરમિડિયેટની એક્ઝામમાં આ વર્ષે કિન્નરો પણ જોવા મળશે. બિહાર બોર્ડ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આ વર્ષે કિન્નર પરીક્ષાર્થીઓની કુલ સંખ્યા 253 છે. આ પ્રસંગેdivyabhaskar.comદેશની પહેલી ટ્રાન્સજેન્ડર બેન્કર બિહારની મોનિકા દાસ વિશે જણાવી રહ્યું છે.)
 
સ્કૂલમાં રહેતી હતી બધાથી અલગ
 
- ટ્રાન્સજેન્ડર હોવાને કારણે મોનિકાને નાનપણમાં ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી.
- ખાસ કરીને સ્કૂલના દિવસોમાં, જ્યારે મિત્રો મજાક ઉડાવતા હતા તો તે તેમના માટે એક દુર્ઘટના સમાન બની રહેતું.
- પોતાના સ્કૂલના દિવસોને યાદ કરીને તે જણાવે છે કે તેની પર્સનાલિટી છોકરીઓ જેવી હતી.
- સ્કૂલમાં બધાથી અલગ રહેતી હતી. જોકે, તેમછતાં તેણે પોતાનું ધ્યાન ભણવામાં કેન્દ્રિત કર્યું.
- પિતાએ તેને સોસાયટીના મ્હેણાઓથી બચાવવા માટે નવોદય વિદ્યાલયમાં એડમિશન કરાવી દીધું. અહીંયા તેણે 12 મા ધોરણ સુધી અભ્યાસ કર્યો.
- મોનિકાના જણાવ્યા પ્રમાણે ઘણા પહેલાથી છોકરીઓની જેમ રહેવાનું તેને મન થતું હતું.
- તે દેખાવમાં સુંદર હતી. જોકે તેની ચાલ-ઢાલ અને બોલચાલ છોકરાઓ જેવી હતી.
- ઘણા સમય પછી તેણે તેની ટ્રાન્સજેન્ડર ઓળખાણ સાથે જીવન જીવવાનો નિર્ણય કર્યો.
 
ભાઈઓને પણ આવતી હતી શરમ
 
- મોનિકાના ટ્રાન્સજેન્ડર હોવાને કારણે તેના ભાઈઓને તેનાથી શરમ આવતી હતી. મોનિકાના ચાર ભાઈઓ છે.
- બે ભાઈ બેન્કમાં છે અને બે ભાઈઓ પ્રાઇવેટ નોકરી કરે છે. મોનિકાએ જણાવ્યું કે, તેના ભાઈ તેનાથી ઘણા નારાજ રહેતા હતા. તેઓ વાત પણ નહોતા કરતા.
- મોનિકાએ જણાવ્યું કે જ્યારે તે ત્રણ વર્ષની હતી ત્યારે પાડોશીઓને તેના ટ્રાન્સજેન્ડર હોવાની ખબર પડી.
- તે થોડી મોટી થઇ. પરંતુ, તેના બોલચાલની રીતભાતને કારણે કોઇ તેની સાથે દોસ્તી નહોતું કરતું. મોનિકાના પિતાએ તેનું નામ ગોપાલ રાખ્યું હતું.
 
પટણા લૉ કોલેજમાંથી લીધી છેLLBની ડિગ્રી
 
- મોનિકાએ સ્કૂલનું શિક્ષણ નવોદય વિદ્યાલયથી મેળવ્યું અને ગ્રેજ્યુએશન પટણા યુનિવર્સિટીથી કર્યું.
- તેણે પટણા લૉ કોલેજથી એલએલબીની ડિગ્રી પણ લીધી છે.
- તેના પિતા ભગવાન ઢોલી સેલ્સ ટેક્સ ઑફિસર અને તેની મા અનીમા રાની ભૌમિક BSNL ની નિવૃત્ત કર્મચારી છે.
 
શું છે ભારતમાં ટ્રાન્સજેન્ડરની સ્થિતિ
 
- ભારતમાં હમણા ટ્રાન્સજેન્ડર માટે કોઇ કાયદો નથી. 2014 માં સુપ્રીમ કોર્ટે તેમને ‘થર્ડ જેન્ડર’ કહ્યા હતા, જે ન તો સ્ત્રી છે અને ન પુરુષ.
- સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે તેઓ નક્કી કરે કે થર્ડ જેન્ડરને પણ વોટર કાર્ડ, પાસપોર્ટ સહિત બાકીની સરકારી સુવિધાઓ મળે.
- સાથે સરકારને કહેવામાં આવ્યું હતું કે ટ્રાન્સજેન્ડર્સને ‘સોશિયલી એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ’ (સામાજિક અને આર્થિક રીતે પછાત) માનવામાં આવે. જેથી આવા લોકોને નોકરી અને એજ્યુકેશનમાં અનામત આપી શકાય.  
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ મોનિકા દાસની કેટલીક ચૂંટેલી તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: First transgender banker of India Monica Das
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext