Home »National News »Latest News »National» First Time PM Modi Will Address Rally In Kannauj

મારી પાસે ગાડી નથી અને સમાજવાદીઓ પાસે મોટી મોટી ગાડીઓઃ મોદી

divyabhaskar.com | Feb 16, 2017, 00:59 AM IST

  • કન્નોજમાં ત્રણ વિધાનસભા બેઠકો છે. ત્રણેય પર સપાનો કબ્જો છે. (ફાઇલ)
કન્નોજ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કન્નોજના ગુરુ સહાયગંજના મિલિટરી મેદાનમાં જનસભાને સંબોધી. આ વિસ્તારમાં મોદીએ પહેલીવાર રેલી કરી છે. મોદીએ કહ્યું કે, 104 સેટેલાઇટ છોડીને રેકોર્ડ દેશના વૈજ્ઞાનિકોએ અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. મોદી બોલ્યા, યુપીનો ગરીબ તો ગરીબ જ રહ્યો. અત્યારે મારી પાસે એક ગાડી નથી, ને સપાના લોકો પાસે મોટી-મોટી ગાડીઓ છે.
 
શું બોલ્યા મોદી રેલીમાં?
 
- હું સૌથી પહેલા કન્નોજવાસીઓની ક્ષમા માંગુ છું. તમને મેદાન નાનું પડ્યું છે એના કારણે જે તકલીફ થઇ છે તેના માટે બીજેપી પક્ષ તરફથી ક્ષમા માંગું છું. તોપણ તમે કેટલી મોટી સંખ્યામાં અમારા ઉમેદવારોને આશીર્વાદ આપવા આવ્યા તે માટે તમારો હૃદયપૂર્વક આભાર માનુ છું.
- ચૂંટણીની વાત તો કરીશ પણ એક ફરિયાદ પણ કરીશ. મને એ જણાવો કે તમે એટલો પ્રેમ દર્શાવો છો પણ આ પ્રેમ 2014 માં દર્શાવ્યો હોત તો મને કેટલું સારું લાગ્યું હોત.
- યુપીએ બીજેપીને વિજેતા બનાવ્યું પણ તમે આંખની શરમને કારણે સપાને જીતાડ્યું. પણ એમણે તમારા સપના તોડીને સત્તા મેળવવા મેદાનમાં આવ્યા.
- તમારી સંખ્યા જોઇને લાગે છે કે 2014 ની કસર પૂરી કરવા તમે લોકો તૈયાર છો. હું પણ વચન આપું છું કે વ્યાજ સાથે ગુમાવેલું બધું પાછું આપીશ.
 
પિતાની હત્યાનો પ્રયાસ કરનારાઓના ખોળામાં બેસ્યા અખિલેશ 
 
"કોંગ્રેસ વિરૂદ્ધ આંદોલન થયું હતું. હું અખિલેશને પૂછવા માંગું છું કે, કોંગ્રેસના ખોળે બેસતા પહેલા તા. 4 માર્ચ 1984નો દિવસ યાદ કર્યો હતો. જ્યારે તમારા પિતા પર મોટો હુમલો કરાવ્યો હતો. શું કોઈ દીકરો એવો હોય જે પિતાની હત્યાનો પ્રયાસ કરનારઓ સાથ હાથ મીલાવ. આજે અખિલેશ કોંગ્રસના ખોળામાં જઈને બેસી ગયા છે.
 
મુલાયમ સમજી ગયા, પરંતુ કોંગ્રેસની ચાલાકી અખિલેશ નથી જાણતા 

અખિલેશ યાદવને ઓછો અનુભવ છે. પરંતુ તેઓ જાણતા નથી કે કોંગ્રેસવાળા ભારે ચતુર છે. મુલાયમસિંહ આ વાત સમજે છે. કોંગ્રેસનો એક પગ સપા સાથે બંધાયેલો છે અને બીજો પગ બસપા સાથે બંધાયેલો છે. પરંતુ સપા, બસપા અને કોંગ્રેસ ત્રણેય લોકો સમજી લે કે ત્રણ પગે દોડનારો ક્યારેય બે પગથી દોડનારાને જીતી નથી શકતો. અખિલેશ ચેતી જાવ. મુલાયમસિંહ તો જાણે છે. તમે પણ સમજો. કોંગ્રેસે ક પગ બસપા સાથે જોડી રાખ્યો છે. તે પોતાનો લાભ જોઈ રહી છે. 

માયાવતીની સરકાર આવી તો અખિલેશ ભ્રષ્ટાચારનો રાગ આલાપતા હતા. અખિલેશની આવી તો કોંગ્રસ તથા માયાવતી ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા. દિલ્હીમાં કોંગ્રેસની સરકારમાં થયેલા ભ્રષ્ટાચારની બદબૂ આજે પણ આવે છે. 5-5 વર્ષ સપા-બસપા તથા 10 વર્ષ કોંગ્રેસના ભ્રષ્ટાચાર. આટલા મોટા ભ્રષ્ટાચારના ખેલાડીઓ ભેગા થશે તો યુપી બચશે ખરું?

હિન્દી ફિલ્મો જેવી મૈત્રી 

આપણી ભારતીય ફિલ્મોની વિશેષતા હોય છે. ઈન્ટરવલ સુધી એકબીજાના દુશ્મન, એકબીજા સાથે લડનારા ષડયંત્ર કરનારા, ઈન્ટરવલ બાદમાં ભળી જાય છે. યુપીના રાજકારણમાં પણ આવી જ ફિલ્મ ચાલી રહી છે. ઈન્ટરવલ સુધી બંને લડી રહ્યાં હતા. 27 વર્ષથી યુપી બેહાલ થઈ ગયું છે. નારા લગાવી રહ્યાં હતાં, યાત્રાઓ કાઢી રહ્યાં હતા અને અખિલેશની પોલ ખોલી રહ્યાં હતાં. એવી તે કઈ ફિલ્મ ચાલી રહી છે કે ઈન્ટરવલ બાદ બંને ભળી ગયા? 
અંગ્રેજીમાં યુપીનો મતલબ UP થાય. જેનો મતલબ ઉપર જવું એવો થાય, પરંતુ ઉત્તર પ્રદેશમાં કશું ઉપર જતું જણાતું નથી. 
 
104 સેેટેલાઈટ્સ લોન્ચ કરવાની ઈસરોની સિદ્ધિનો કર્યો ઉલ્લેખ. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: First time PM Modi will address rally in Kannauj
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended