Home »National News »Latest News »National» Trump To Call Modi On Tuesday Night

આજે રાત્રે મોદીને કોલ કરશે ટ્રમ્પ, H1B સહિતના મુદ્દે વાતચીતની શક્યતા

divyabhaskar.com | Jan 24, 2017, 12:04 PM IST

  • નરેન્દ્ર મોદી
નવી દિલ્હી:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે રાત્રે 11.30 કલાકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે. આ વાતચીતમાં H1B, સુરક્ષા, આતંકવાદ સહિત અનેક બાબતે વાતચીત થઈ શકે છે. એવી આશા વ્યક્ત કરવામાં આવે છે કે, બંને દેશો વચ્ચેના સંબંધ વધુ મજબૂત થશે.  
 
ટ્રમ્પની નીતિઓ પર ભારતની નજર 

- વ્હાઈટ હાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનું એપોઈનમેન્ટ શિડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે. 
- જે મુજબ મંગળવારે રાત્રે 11.30 કલાકે બંને વચ્ચે વાતચીત થશે. 
- એવું માનવામાં આવે છે કે, બંને રાજનેતાઓ વચ્ચેની મુલાકાત આગામી સમય માટેનો માર્ગ પ્રશસ્ત થશે. 
- બંને વચ્ચે H1B, આતંકવાદ તથા સુરક્ષા જેવા મુદ્દાઓ પર વાતચીત થશે. 
- ટ્રમ્પ 'બાય અમેરિકન અને હાયર અમેરિકન'નું સૂત્ર આપ્યું છે. ભારતનું આઈટી સેક્ટર મોટાપાયે અમેરિકા પર આધારિત છે. ત્યારે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન કેવી વ્યૂહરચના અપનાવે છે, તેના ઉપર મીટ મંડાયેલી છે. 
 
બંને તંત્ર વચ્ચે સમન્વયની જરૂર 

- વોશિંગ્ટન ખાતે ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવી ચૂકેલા નિરૂપમા રાવના કહેવા પ્રમાણે, "ભારત સરકારે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનો સંપર્ક સાધવામાં જરા પણ સમય ન બગાડવો જોઈએ. બંને દેશો વચ્ચેના સંબંધને મજબૂત બનાવવા ભારતે પહેલ કરવી જોઈએ."
- ભારતીય અધિકારીઓના કહેવા પ્રમાણે, ટ્રમ્પ ભારત પ્રત્યે કેવા પ્રકારની નીતિઓ અખત્યાર કરે છે તે સમજવામાં થોડો સમય લાગશે. 
- ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન પાન-પેસિફિક ટ્રિટિમાંથી ખસવાના મેમોને મંજૂરી આપી દીધી છે. 
- ટ્રમ્પે 'બાય અમેરિકન અને હાયર અમેરિકન'ની વાત કરી છે. જેના કારણે ભારતના આઈટી ઉદ્યોગના માથે ચિંતાની સળ પડી છે. 
- ઉપરાંત ટ્રમ્પની વિદેશ નીતિ અંગે પણ સંશય છે. 
 
ટ્રમ્પે વ્યક્ત કર્યુ હતું મોદી પ્રત્યે સન્માન. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Trump to call Modi on Tuesday night
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext