Home »National News »Desh» First Killed Girlfriend Than Jumped Off The Mobile Tower

પ્રેમિકાના પેટમાં તલવાર ખોસીને પોતે ટાવર પર ચડીને લગાવી છલાંગ

Rajesh Sharma | May 18, 2017, 14:43 PM IST

  • પ્રેમિકાના પેટમાં તલવાર ખોસીને પોતે ટાવર પરથી કૂદી ગયો.
કાંકેર: એક માથાફરેલ પ્રેમીએ સગીરાના ઘરમાં ઘૂસીને તેના પેટમાં તલવાર ખોસી દીધી અને પછી પોતે મોબાઇલ ટાવર પર ચડી ગયો. ત્યાં તેણે 5 કલાક સુધી હાઇ વોલ્ટેજ ડ્રામા કર્યો. તેણે કહ્યું કે તેને માઇક લાવી આપવામાં આવે. તે બધાને જણાવશે કે તેણે સગીરાને કેમ મારી. તે પછી તેણે બધા સામે ટાવર પરથી છલાંગ લગાવી દીધી. મરતા પહેલા યુવક વારંવાર પૂછી રહ્યો હતો કે છોકરી મરી કે નહી. સગીરાની હાલત હાલ ખતરાની બહાર હોવાનું જણાવવામાં આવી રહ્યું થે અને તેનો ઇલાજ જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહ્યો છે.
 
જાણો આખી ઘટના
 
- ઘટના કોરરના બૈજનપુરની છે. આ જ વિસ્તારના કુટકર્સી ગામમાં રહેતો કમલસિંહ ડૌડી પોચાની બહેનને ત્યાં મંગળવારે આવ્યો હતો.
- તેણે બુધવારે સવારે ગામની જ 11મા ધોરણમાં ભણતી એક સગીરાના ઘરમાં ઘૂસીને તેના પેટમાં તલવાર ખોસી દીધી.
- સગીરાના ઘરમાં તે સમયે તેનો 5 વર્ષનો નાનો ભાઈ હતો. જ્યારે તે આ હાલતમાં ઘરની બહાર નીકળી તો પડોશીઓએ તેને જોઇ અને તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરાવી જ્યાં તેનો ઇલાજ થઇ રહ્યો છે.
 
મોબાઇલ ટાવર પર ચડીને બોલ્યો માઇક આપો, દાસ્તાન સંભળાવવી છે
 
- આરોપી કલમસિંહ આ ઘટના પછી વિસ્તારમાં આવેલા બીએસએનએલના ટાવર પર ચડી ગયો.
- ટાવર પર ચડેલો જોઇને લોકોએ પોલીસને સૂચના આપી. સ્થળ પર પોલીસ ઉપરાંત એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી અને તેને ટાવર પરથી ઉતરવાની અપીલ કરવામાં આવી.
- જાણ થતાં આરોપીના પિતા જીવનલાલ અને ફોઇ પણ પહોંચી ગયા. દીકરાને આ હાલતમાં જોઇને પિતા બેભાન થઇ ગયા. તેમને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા.
- આરોપીએ સ્થાનિક વહીવટીતંત્ર પાસે માઇક માંગ્યું અને કહ્યું કે હું બધાને કહીશ કે મેં તેને કેમ મારી.
- જ્યારે માઇક ન મળ્યું તો આરોપીએ કહ્યું કે તે છોકરી તેની પ્રેમિકા હતી જે બેવફા નીકળી. હવે તેને મારીને તે પોતે પણ મરવા માંગે છે.
 
બધા સામે લગાવી છલાંગ
 
- બહુ મનાવવા છતાંય કલમસિંહ ન માન્યો અને બધા સામે છલાંગ લગાવી દીધી. સ્થળ પર હાજર પોલીસ અને રેસ્ક્યુ ટીમ પણ કંઇ ન કરી શકી.
- પડ્યા પછી તે 3 ફૂટ ઉપર ઉછળ્યો. ત્યાં હાજર એમ્બ્યુલન્સથી તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
 
ફોટો: રાજેશ શર્મા
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ આ લાઇવ મોતની અન્ય તસવીરો...
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: First killed girlfriend than jumped off the mobile tower
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended