Home »National News »Latest News »National» India's First Female Coast Guard Team Has Been Ready To Sail

દેશની પ્રથમ મહિલા કોસ્ટગાર્ડ ટીમ: ગુજરાત સહિતની પાકિસ્તાની સરહદ પર રાખશે નજર

Agency, New Delhi | Feb 02, 2017, 00:16 AM IST

  • કોસ્ટગાર્ડની મહિલા ઓફિસરની ટીમ
નવી દિલ્હી : મહિલાસશક્તીકરણ અને જાતીય સમાનતાની દિશામાં હરણફાળ ભરતા, ભારતીય કોસ્ટગાર્ડ દેશનું પહેલું એવું દળ બન્યું છે જેણે પાકિસ્તાન સાથેની દરિયાઇ સરહદે પેટ્રોલિંગ માટેના જહાજમાં મહિલા અધિકારીઓને યુદ્ધ ભૂમિકા સોંપી છે. કોસ્ટગાર્ડની ચાર મહિલા અધિકારીઓ જેમને યુદ્ધ ભૂમિકા સોંપવામાં આવી છે તેમનું પોસ્ટિંગ ગુજરાતના જખૌ અને પશ્ચિમ બંગાળના હલ્દીયા સહિત, પાકિસ્તાન અને બાંગ્લાદેશની દરિયાઇ સરહદે આવેલા સમુદ્ર કિનારાના વિસ્તારોમાં કરાયેલું છે.

 કોસ્ટગાર્ડ અધિકારીઓ અનુસાર આ મહિલા અધિકારીઓને હોવરક્રાફ્ટ નામે પ્રખ્યાત એર ક્યુશન વેહીકલ્સમાં નિયુક્ત કરાયા છે અને તેમને એમ.વી. કુબેર, જેમાં બેસીને મુંબઈ પર આતંકવાદી હુમલો કરાયો હતો, તેના જેવી શંકાસ્પદ ગતિવિધિઓ ધરાવતી હોડીઓને આંતરવા સહિતની પરિસ્થિતિઓમાં કેવી રીતે કામ કરવું તેની તાલીમ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારતે વર્ષો સુધી મહિલાઓને ફ્રન્ટલાઇન ફરજથી દૂર રાખી હતી. જે માટે તેઓ જો યુદ્ધકેદી તરીકે પકડાઇ જાય તો તેવી સ્થિતિમાં તેમની સાથે થનારા વ્યવહાર અંગેની ચિંતા અને આવી નિમણૂકમાં કામગીરી કરવા માટેની તેમના શારીરિક અને માનસિક સજ્જતાને ટાંકવામાં આવતી હતી. ભારતીય નેવી, જે દેશનું સૌથી મોટું દરિયાઇ દળ છે, તેણે હજુ સુધી મહિલાઓને યુદ્ધ જહાજની ફરજ સોંપી નથી.
 
એક વર્ષ અગાઉ તાલીમ શરૂ કરાઇ હતી
 
કોસ્ટગાર્ડે એક વર્ષ પહેલાં આ મહિલા અધિકારીઓને મંડપમ બેઝ તાલીમ આપવાની શરૂઆત કરી હતી. આ મહિલા અધિકારીઓના નામ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અનુરાધા શુક્લા, સ્નેહા કાથ્યાત, શિરિન ચંદ્રન અને વસુંધરા ચૌકસે છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: India's First Female Coast Guard Team has been ready to Sail
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext