Home »National News »Latest News »National» Wanted Criminal Arrested In New Delhi

દિલ્હી: પોલીસ સાથે અથડામણ બાદ વોન્ટેડ ક્રિમિનલ અકબર ઝડપાયો

divyabhaskar.com | Feb 06, 2017, 12:54 PM IST

  • નેહરુ પેલેસ
નવી દિલ્હી:રાજધાનીના નહેરુ પેલેસ વિસ્તારમાં સોમવારે વહેલી સવારે ગુડાઓ અને પોલીસ પાર્ટી વચ્ચે ફાયરિંગ થયું હતું. જેમાં પોલીસે અકબર નામના ક્રિમિનલની ધરપકડ કરી હતી. જેની ઉપર રૂ. 25 હજારું ઈનામ છે.

સહેજમાં બચી પોલીસ 

- મળતી માહિતી પ્રમાણે, દિલ્હી પોલીસને માહિતી મળી હતી કે કુખ્યાત ગેંગસ્ટર અકબર તેના સાગ્રીતો સાથે પહોંચવાનો છે. 
- જેના આધારે સવારે દિલ્હી પોલીસે આ વિસ્તારનું બેરિકેડિંગ કરી દીધું હતું. 
- અકબર તેના સાગ્રીત સાથે આ વિસ્તારમાં પહોંચ્યો હતો. પરંતુ બેરિકેડિંગને જોઈને પાછો વળવા લાગ્યો હતો. 
- ત્યારે પોલીસે પડકારતા અકબરે ફાયરિંગ શરૂ કર્યું હતું.  
- સામે-સામેના ગોળીબારમાં પોલીસને બે ગોળીઓ વાગી હતી, પરંતુ બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું હોવાથી તેમને કોઈ ઈજા થઈ ન હતી. 
- બાદમાં પોલીસે અકબર ઉર્ફે દાનિશને ઝડપી લીધો હતો.જોકે, તેનો સાગ્રીત નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. 

અગાઉ પણ કર્યું હતું પોલીસ પર ફાયરિંગ 

- સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, લૂંટ, ચેઈન સ્નેચિંગ તથા હત્યા જેવા ગુનાઓ માટે અકબર વોન્ટેડ હતો. 
- અગાઉ પણ એક વખત તેણએ પુલ પ્રહ્લાદ વિસ્તારમાં પોલીસ પર ફાયરિંગ કર્યું હતું.
- જેના કારણે અકબર પર રૂ 25 હજારનું ઈનામ રાખવામાં આવ્યું હતું. 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Wanted criminal arrested in New Delhi
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended