Home »National News »Latest News »National» Minor Fire At President Residence, Furniture Gutted

દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનના એકાઉન્ટ્સ વિભાગમાં આગ, ફર્નિચર-ઈન્વર્ટર ખાખ

divyabhaskar.com | Feb 03, 2017, 11:32 AM IST

નવી દિલ્હી:શુક્રવારે સવારે રાષ્ટ્રપતિ ભવનના એકાઉન્ટ્સ વિભાગમાં આગ લાગી હતી. જેના પગલે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે ધસી ગયું હતું. જોકે, આ પહેલા ફર્નિચર તથા ઈન્ટવર્ટર રાખ થઈ ગયાં હતાં. 
દિલ્હી ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સવારે  8.45 કલાકે ફાયર બ્રિગેડને આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. માહિતી મળતા જ છ ફાયર ટેન્ડર્સ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને દસ મિનિટથી ઓછા સમયમાં આગને બુજાવી દેવામાં આવી હતી. 

જોકે, આગને બુજાવવામાં આવી તે પહેલા ખુરશી, ટેબલ અને ઈન્વર્ટર આગમાં રાખ થઈ ગયા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. 

ઉલ્લેખનીય છે કે, બજેટના આગલા દિવસે રાત્રે સંસદના સર્વર રૂમમાં આગ લાગી હતી. જેના કારણે ફફડાટ ફેલાઈ ગયો હતો.  
 
 
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Minor fire at president residence, furniture gutted
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext