Home »National News »Photo Feature» Finland Women Falls In Love Of 70 Years Old Indian Monk

વિદેશી મહિલાનું 70 વર્ષના સાધુ પર આવ્યું દિલ, લગ્ન કરવા કોર્ટમાં પહોંચ્યા

divyabhaskar.com | Jan 30, 2017, 10:01 AM IST

  • આધ્યાત્મિક ખેંચાણના કારણે બાબા અને વિદેશી મહિલા નજીક આવ્યા.
ઈન્દોર. અધ્યાત્મની શોધમાં ફિનલેન્ડની મહિલા નર્મદા કિનારે આવેલા એક આશ્રમમાં આવી હતી. 8 વર્ષ સુધી આશ્રમમાં રહ્યાં બાદ તેને એક 70 વર્ષીય મહંત સાથે એટલી બધી માયા બંધાઈ ગઈ કે તેણે લગ્ન કરવાની ઈચ્છ વ્યક્ત કરી. બંને આ માટે મંજૂર પણ થઈ ગયા. શનિવારે બંને વકીલ સાથે કોર્ટ મેરેજ કરવા કલેકટર ઓફિસે આવ્યા હતા.
 
2007માં ભારત આવી હતી મહિલા
 
- ફિનલેન્ડ (યુરોપ)ની તારજા અનેલી 2007માં ભારત આવી હતી. ત્યારથી તેનું નામ તુલસી છે.
- હરિદ્વારમાં તેની મુલાકાત 70 વર્ષના મહંત આનંદપુરી સિદ્ધો બાબા સાથે થઈ.
- અધ્યાત્મથી પ્રભાવિત થઈને તે એમપીના ખરગોન જિલ્લાના કસરાવદના ખલબુઝુર્ગમાં આવેલા નર્મદા આશ્રમમાં આવી.
- જે બાદ મહિલાની આશ્રમમાં સતત અવર-જવર થતી રહી. 8 વર્ષથી મહિલા મહંતની સાથે જ આશ્રમમાં રહે છે.
- અનેલી સનાતન સંસ્કૃતિથી પ્રભાવિત છે. તેણે હિન્દુ ધર્મ અપનાવ્યો અને હિન્દી ભાષા પણ શીખી. આશ્રમમાં દરરોજ પૂજા-અર્ચના અને સેવા પણ કરે છે.
- આ દરમિયાન તેને બાબા સાથે પ્રેમ થઈ ગયો અને તેણે બાબા સાથે લગ્ન કરવાનું વિચાર્યું. તેણે પોતાનો વિચાર બાબા સમક્ષ રજી કર્યો. થોડા દિવસો બાદ બાબા પણ આ માટે પોતાની મંજૂરી આપી દીધી.
 
30 દિવસ બાદ બંધાશે લગ્નના બંધનમાં
 
- શનિવારે મહંત આનંદપુરી સિદ્ધો બાબા સાથે 59 વર્ષીય તુલસી તારજા અનેલી લગ્ન માટે જરૂરી ફોર્માલિટી કરવા કલેકટર ઓફિસ આવી હતી.
- કપલ જરૂરી દસ્તાવેજ તૈયાર કરીને આવ્યું હતું પરંતુ રજિસ્ટ્રેશન ઓફિસર નહીં હોવાના કારણે પરત ફરવું પડ્યું.
- વકીલે જણાવ્યું કે લગ્ન માટે એપ્લીકેશન આપશે. કાયદા મુજબ કઈ અડચણ નહીં આવે તો 30 દિવસ બાદ બંને લગ્ન કરી લેશે.
- એક વિદેશી મહિલાના લગ્નની સૂચના મળવા પર પાસપોર્ટ ઓફિસર સુરેશ નરવરે કલેકટર ઓફિસ પહોંચ્યા અને તેના કાગળ, પુરાવાની તપાસ કરી.
- તેમણે જણાવ્યું કે મહિલા 2007થી ટૂરિસ્ટ વીઝા પર ભારતમાં છે. હાલ તેના વીઝા એપ્રિલ 17 સુધી છે. લગ્ન બાદ વીઝાની મુદત વધારવાની પ્રોસેસ કરવામાં આવી શકે છે.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, આ કપલના ફોટા...
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Finland women falls in love of 70 years old Indian monk
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended