Home »National News »Latest News »National» Female Software Engineer Murdered In Infosys Campus

ઇન્ફોસિસમાં મહિલા સોફ્ટવેર એન્જિનિયરની કેબલથી ગળું દબાવી હત્યા

divyabhaskar.com | Jan 30, 2017, 11:53 AM IST

  • મહિલાની ઓળખાણ રાસીલા રાજૂ ઓપી (25) ના રૂપમાં થઇ છે. (ફાઇલ)
પુણે: અહીંના રાજીવ ગાંધી ઇન્ફોટેક પાર્કમાં ઇન્ફોસિસની મહિલા કર્મચારીની હત્યા કરવામાં આવી. મહિલાનું નામ રાસીલા રાજૂ ઓપી (25) છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, મહિલાનું શબ રવિવારની રાતે તેમના વર્ક સ્ટેશન પાસે મળ્યું. રાસીલા કેરળની રહેવાસી છે. સોમવારે સવારે પોલીસે આ બાબતે એક સિક્યોરિટી ગાર્ડની મુંબઈમાં અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે એક મહિનામાં મહિલા સોફ્ટવેર એન્જિનિયરની હત્યાનો આ બીજો મામલો બહાર આવ્યો છે.
 
ગળું દબાવવાથી થયું મોત
 
- એસીપી જાધવ માનેએ જણાવ્યું કે, “રાસીલાનું મૃત્યુ કમ્પ્યુટર કેબલ દ્વારા ગળું દબાવવાથી થયું છે.”
- “અમે લોકો આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. એફઆઇઆર પણ નોંધવામાં આવી છે. કોમ્પસ અને ઑફિસમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજને પણ ચકાસવામાં આવી રહ્યા છે.”
- ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધી ઇન્ફોટેક પાર્કમાં ઇન્ફોસીસની ઑફિસ નવમા માળ ઉપર છે.
 
હત્યાના થોડા સમય પહેલા પોતાના ટીમના સદસ્યો સાથે ઓનલાઇન હતી
 
- પોલીસે જણાવ્યું કે તપાસમાં એ વાત સામે આવી છે કે રાસીલા રવિવારે પોતાના બે ટીમ મેમ્બર્સ (જેઓ બેંગલોરથી ઓનલાઇન હતા) સાથે મળીને કામ કરી રહી હતી.
- તેમના મેનેજર સતત તેમને કોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ, તેમનો ફોન કોઇ ઉઠાવતું ન હતું.
- ત્યારબાદ મેનેજરે સિક્યોરિટી ગાર્ડને ફોન કરીને રાસીલા વિશે ખબર કરવા જણાવ્યું.
- સિક્યોરિટી ગાર્ડ જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે રાસીલા તેની ડેસ્ક પાસે ઢળી પડેલી હતી. તેના ગળામાં કોમ્પ્યુટરનો તાર લપેટાયેલો હતો.
- પોલીસે આ મામલામાં હત્યાનો કેસ નોંધીને તે સમયે ડ્યૂટી પર રહેલા સિક્યોરિટી ગાર્ડની અટકાયત કરી છે.
- ઉલ્લેખનીય છે કે પુણે શહેરમાં એક મહિનાની અંદર મહિલા સોફ્ટવેર એન્જિનિયરની હત્યાનો આ બીજો મામલો બહાર આવ્યો છે.
 
એક મહિનામાં બીજી મહિલા સોફ્ટવેર એન્જિનિયરની હત્યા
 
- પુણેની કેપજેમિની કંપનીમાં કામ કરતી મહિલા સોફ્ટવેર એન્જિનિયર અંતરા દેબનંદ દાસની એકતરફી પ્રેમમાં હત્યા કરી દેવામાં આવી હતી.
- આ મામલે બેંગલોરના એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી.
- 21 વર્ષની અંતરા દાસ પર 26 ડિસેમ્બરની રાતે પુણેના બહારના વિસ્તાર તલાવડેના કાનબાય ચોક પાસે એક હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો.
- ઘટનાસ્થળ અંતરાની ઑફિસથી માત્ર અડધો કિમી દૂર હતું. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Female software engineer murdered in Infosys campus
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext