Home »National News »Photo Feature» Female Domestic Servant Theft Cash And Ornaments From Her Work Place

રોજ માલિકના બેડરૂમમાં જતી નોકરાણી, ભાંડો ફૂટતા સામે આવી આ કહાણી

Sumit Thakkar | Jan 31, 2017, 00:02 AM IST

  • આરોપી નોકરાણી (સર્કલમાં)
ઈન્દોરઃ તુકોગંજ પોલીસ સ્ટેશનમાં એક વેપારીની ફરિયાદને આધારે ઘરમાં કામ કરતી નોકરાણીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે નોકરાણી પાસેથી 10 લાખથી વધુ રકમના ઘરેણાં અને  50 હજાર જેટલા રૂપિયા રોકડા કબજે કર્યા છે.
 
15 વર્ષથી કરતી હતી એક જ ઘરમાં કામ, તક મળતા કરતી ચોરી

- તુકોગંજ પોલીસ સ્ટેશનમાં અંશુલ ઓમપ્રકાશે ઘણા સમય પહેલા ઘરમાંથી રોકડ અને ઘરેણાં ગુમ થવાની ફરિયાદ કરી હતી.
- અંશુલે ફરિયાદ કરી હતી તે દિવસે તેના ઘરમાંથી 48,500 રૂપિયા ચોરી થયા હતા.
- અંશુલે માતાને આ ઘટના સમયે જાણ કરી ત્યારે તેમણે જણાવ્યું કે, તેમની પાસે રહેલા 2 ડાયમંડના કડા, 5 સોનાની ચેન, એક ચાંદીનું નેકલેસ અને અન્ય અમુક ઘરેણાં તથા 3 લાખ રૂપિયા ગુમ થયા હતા.
-અંશુલે જણાવ્યું કે, ઘરમાં એકમાત્ર નોકરાણી છે જે છેલ્લા 15 વર્ષથી કામ કરે છે.  તેની સિવાય ઘરમાં કોઈ અન્ય આવતુ જતુ નથી. 
- ગીતા બાઈ નામની નોકરાણી રોજ મકાન માલિક અંશુલના રૂમમાં જતી હતી. 
- અંશુલની ફરિયાદ પર પોલીસે નોકરાણીની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ કરી તો તે ચોરીની વાતનો ઈન્કાર કરતી રહી. જોકે કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા તેણે ગુનો કબૂલી લીધો હતો.
- ગીતાબાઈના ઘરે તપાસ દરમિયાન પોલીસને 48,500 રૂપિયા રોકડા, સોના-ચાંદી અને ડાયમંડના 10 લાખથી વઘુ કિંમતના ઘરેણાં મળી આવ્યા હતા.
- આરોપી નોકરાણીએ જણાવ્યું કે, માલિકના રૂમમાં કામ કરતી વેળા જે પણ મળી આવતું તે કપડામાં સંતાડી લઈ જતી હતી.
- પોલીસ આરોપી પાસેથી અન્ય સામાન અંગે પૂછપરછ કરી રહી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..................................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: female domestic servant Theft Cash And Ornaments From her work place
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended