Home »National News »Latest News »National» Fault In Aap Fund Record Said It Dept

આપના ફંડમાં 27 Crનો ગોટાળો; મોદીને ગોવા-પંજાબમાં હારનો ડર- કેજરીવાલ

divyabhaskar.com | Feb 04, 2017, 11:19 AM IST

  • આપના ફન્ડમાં ગડબડીની ખબર પડવા પર કેજરીવાલે મોદી સરકારને આડે હાથ લીધી. ફાઈલ
નવી દિલ્હી. આમ આદમી પાર્ટીને મળેલા ચૂંટણી ફન્ડમાં 27 કરોડનો ગોટાળો સામે આવ્યો છે. ઈલેકશન કમીશનને સોંપવામાં આવેલા રિપોર્ટમાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કહ્યું કે AAPના ઓડિટ રિપોર્ટમાં અનેક ખામીઓ મળી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તેને નરેન્દ્ર મોદીનું કાવતરું ગણાવ્યું છે,
 
કેજરીએ કહ્યું, મોદીને હારનો છે ડર
 
-કેજરીવાલે કહ્યું, મારી પાર્ટીને ખતમ કરવા માટે મોદીની આ ગંદી ચાલ છે. તે કાલે ગોવા-પંજાબ ઈલેકશનમાં હારના ડરથી આમ કરાવી રહ્યા છે.
- કેજરીવાલે ટ્વિટમાં કહ્યું, ‘મોદીજી તમે ગોવા-પંજાબમાં ખરાબ રીતે હારશો. ચૂંટણીના 24 કલાક પહેલાં જીતનારી પાર્ટીનું રજિસ્ટ્રેશન રદ્દ કરાવી દો. બેશરમ સરમુખત્યારશાહ.’
 
આપના રજિસ્ટ્રેશન પર ખતરો
 
- IT ઓફિસરો મુજબ, પાર્ટીઓ સીએની મદદથી વાર્ષિક ઓડિટ રિપોર્ટ તૈયાર કરાવે છે અને તેની એક કોપી કાનૂની રીતે આઈટી ઓફિસમાં જમા કરાવવાની હોય છે.
- આમ આદમી પાર્ટીના વર્ષ 2013-14 અને 14-15ના ઓડિટમાં 27 કરોડના ડોનર્સનો હિસાબ મળતો નથી. તે આઈટી એક્ટ 1961 મુજબ પાર્ટીઓને ટેક્સમાં મળેલી છૂટનું  વાયોલેશન છે.
- આ સ્થિતિમાં પાર્ટીને ટેક્સમાં મળેલી છૂટ ખતમ થઈ શકે છે. એટલે સુધી કે તેના રજિસ્ટ્રેશન પર પણ ખતરો ઉભો થયો છે. પરંતુ આ બંને વાત ઈલેક્શન કમીશન અંતર્ગત આવે છે.
 
શું છે ફન્ડનો નિયમ
 
- નિયમ મુજબ દેશની કોઈ પણ રાજકીય પાર્ટી હાલ 20 હજાર સુધી ફન્ડ કેશમાં લઈ શકે છે. તેનાથી વધુની રકમ હોય તો ચેક, ડ્રાફ્ટ કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા ડોનેશન લઈ શકાય છે.
- જોકે 2017ના બજેટમાં મોદી સરકારે કેશ ફન્ડની લિમિટ ઘટાડી દીધી છે. હવે 1 એપ્રિલથી પાર્ટીઓ 2 હજારથી વધુની રકમના દરેક  ડોનેશનનો હિસાબ ઓડિટમાં આપવો પડશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Fault in aap fund record said it dept
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended