Home »National News »Latest News »National» Father Woke Up Late Night And Killed 3 Year Old Daughter At Madhya Pradesh

MP: અડધી રાતે પિતા ઊઠ્યો, 3 વર્ષની દીકરીને ગળે ટૂંપો આપી ફરી ઊંઘી ગયો

Bhaskar News Network, Shahdol | Feb 16, 2017, 13:50 PM IST

શહડોલ(મધ્યપ્રદેશ):મધ્યપ્રદેશના શહડોલમાં પિતાએ તેની જ ત્રણ વર્ષની દીકરીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી. આ ઘટના સોહાગપુર પોલીસમથક હેઠળ આવતા વોર્ડ નંબર 12 નજીક બુધવારે બની હતી. પોલીસે આરોપી પિતા શ્યામ ત્રિપાઠી(38)ની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે શ્યામ તથા તેની પત્ની અંજુ વચ્ચે આર્થિક તંગીને કારણે રોજ ઘર્ષણ થતું હતું. બુધવાર સવારે 4થી 5 વાગ્યાના સુમારે શ્યામ ત્રિપાઠીએ દીકરી પરીની હત્યા કરી દીધી અને પછી શાંતિથી ઊંઘી ગયો હતો.
 
સવારે શાળાએ જવા માટે તૈયાર થઈ રહેલી તેની મોટી દીકરી ઋચા(6)એ પરીને ઊઠાડવાનો પ્રયાસ કર્યો તો તે મૃત જણાઈ હતી. તેણે માતાને જાણ કરી અને તેની માતા અંજુએ પણ પરીને ઊઠાડવાનો પ્રયાસ કર્યો પણ તે ન ઊઠી. પોલીસને બોલાવ્યા બાદ તેને હોસ્પિટલે લઈ જવાઈ જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી. ડોક્ટરોએ જણાવ્યું કે તેને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારાઈ છે. પોલીસે તેના પિતા શ્યામની ધરપકડ કરી છે. આ મામલો પારિવારિક વિવાદનો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Father Woke up late night and Killed 3 year old Daughter at Madhya Pradesh
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended