Home »National News »Photo Feature» Drunk Man Beats His Disabled Wife When She Opposed Act Of Her Husband

પિતાએ જ 6 મહિનાની પુત્રી સાથે કરી ‘ગંદી હરકત’, પત્નીએ ટોકતા આપી સજા

divyabhasker.com | Jan 23, 2017, 15:14 PM IST

  • પીડિત મહિલા અને બાળકી.
ગોરખપુરઃ દારૂના નશામાં ભાન ભૂલેલા એક પિતાએ હેવાનિયતની હદ પાર કરી નાંખી હતી. દિવ્યાંગ પત્ની સાથે શારીરિક સંબંધ માણ્યાના અમુક સંબંધ બાદ નશામાં ધૂત પિતાએ પુત્રીના પ્રાઈવેટ પાર્ટ સાથે અશ્લીલ ચેનચાળા કર્યા હતા. આરોપી પિતા 6 મહિનાની પુત્રીને પોતાની હવસનો શિકાર બનાવવા માગતો હતો. પત્નીએ તેને ટોક્યો તો તેણે તેને ઢોર માર માર્યો હતો. પીડિત બાળકીની માતાની ફરિયાદના આધાર પર પોલીસે મારપીટ અને દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી.
પીડિતાનો આરોપ- પતિએ બાળકી પર કર્યો રેપ

- આરોપીની દિવ્યાંગ પત્નીનો આરોપ છે કે, માત્ર 6 મહિનાની જ પુત્રી પર તેના હેવાન પિતાએ રેપ કર્યો હતો. આ સમયે બાળકી બીમાર પણ હતી.
- બાળકીની માતાને પુત્રીનો રડવાનો અવાજ આવ્યો ત્યારે તેણે આરોપી પતિને આપત્તિજનક સ્થિતિમાં પુત્રીના પ્રાઈવેટ પાર્ટ સાથે ચેડા કરતા જોયો.
- પીડિત બાળકીની માતાએ પતિને ટોક્યો તો તેણે મારા મારી કરી. આવા સમયે પીડિતાએ બૂમ પાડી.
- પતિના મારના કારણે મહિલા બેભાન થઈ ગઈ હતી.
- આ મામલે પાડોશીઓ મદદ કરવા પહોંચ્યા તો આરોપી પતિ તેમની સાથે પણ ઝઘડવા લાગ્યો હતો.
- સવારે મહિલા પિતા, પાડોશીઓ અને પીડિત બાળકી સાથે બેલીપાર પોલીસ સ્ટેશને પહોંચી હતી.
- પોલીસે બાળકી અને તેની માતાના મેડિકલ ટેસ્ટ કરાવવા માટે અટકાયત કરી હતી.
- હોસ્પિટલ સૂત્રોએ બાળકી સાથે બળજબરી કરાય હોવાની પૃષ્ટિ કરી હતી.
- પોલીસ આરોપીને પકડવાના પ્રયાસો કરી રહી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.............................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Drunk Man Beats His Disabled Wife When She Opposed Act Of her Husband
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext