Home »National News »Latest News »National» Father And Child Study In School Which Is Opens 365 Days At Aurangabad

ઔરંગાબાદ: શાળા વર્ષના 365 દિવસ ખુલ્લી રહે છે, બાળકો અને પિતા સાથે અભ્યાસ કરે છે

Prashant Tribhuvan, Aurangabad | Jan 25, 2017, 00:33 AM IST

  • ઔરંગાબાદ: શાળા વર્ષના 365 દિવસ ખુલ્લી રહે છે, બાળકો અને પિતા સાથે અભ્યાસ કરે છે,  national news in gujarati
ઔરંગાબાદ:મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં એક એવી સ્કૂલ છે જે વર્ષના 365 દિવસ સુધી ખુલ્લી રહે છે. જિલ્લાના વૈજાપુર તાલુકાના હિંગવેસ્તી ગામે આવેલી આ જિલ્લા પરિષદ પ્રાથમિક સ્કૂલ આમ તો નાની છે અને 29 વિદ્યાર્થીઓને બે શિક્ષકો ભણાવે છે. પરંતુ આખા વર્ષમાં એક દિવસ પણ એવું નથી કે સ્કૂલે તાળું જોવા મળે. દિવસ અને રાત બંને સમયે અહીં ક્લાસ ચાલુ જ હોય છે. દિવસે ફક્ત બાળકો ભણે છે અને રાતે બાળકો સાથે તેમના પિતા પણ ભણે છે. ગત છ વર્ષોથી આ સ્કૂલ નિયમિત આ પ્રમાણે જ ચાલી રહી છે.
 
સ્કૂલમાં આ દરેક એક્ટિવિટી ફક્ત એક શિક્ષક સંજય ગાયકવાડને લીધે જ છે. સંજય કહે છે કે 7 વર્ષ અગાઉ  અહીં મારી બદલી થઈ હતી. હું મારું લેપટોપ લઈને અહીં આવતો હતો. બાળકો ઘણાં ઉત્સાહથી મારી તરફ જોઈ રહેતા અને તેના વિશે ઘણા સવાલો કરતા હતા. તેમને કમ્પ્યૂટર વિશે કોઈ જાણકારી નહોતી. સ્કૂલમાં એક પણ કમ્પ્યૂટર નહોતું. સરકારી પ્રક્રિયામાં જવાને બદલે મેં ગ્રામજનો સાથે ચર્ચા કરી. સૌની મદદથી અમે લગભગ 4.5 લાખ રૂપિયાનું ફંંડ એકઠું કર્યુ. સ્કૂલમાં કમ્પ્યૂટર્સ અને બીજી સુવિધાઓ લઈને આવ્યા. સવારે 9:30થી સાંજના 4 વાગ્યા સુધી અન્ય વિષયોના ક્લાસ ચાલે છે.
 
આ સમયે કમ્પ્યૂટર શીખવાડવું મુશ્કેલ હતું એટલા માટે સાંજે  6 થી 9 વાગ્યા વચ્ચે કમ્પ્યૂટર શીખવાડવાનું શરૂ કર્યુ. શરૂઆતમાં પેરેન્ટ્સને સમજાવવું મુશ્કેલ હતું પરંતુ ધીમે ધીમે બધા માની ગયા. પછી તો બાળકો સાથે તેમના પિતા પણ કમ્પ્યૂટર શીખવા લાગ્યાં. હવે તે(પિતા) કમ્પ્યૂટર ઉપરાંત હિસ્ટ્રી, મેથ્સ અને અંગ્રેજી પણ ભણે છે. સંજય જણાવે છે કે ઉનાળાના વેકેશનમાં બાળકોને ક્રાફ્ટ ટ્રેનિંગ આપવામાં આવે છે.
 
દિવાળીના સમયે દીવા, રંગોળી સહિત બીજી ડેકોરેટિવ વસ્તુઓ બનાવતા શીખવાડીએ છીએ. તહેવારના દિવસે સંજય બાળકોને શાળાએ બોલાવીને તે દિવસનો મહત્વ સમજાવે છે અને અમુક ગેમ રમાડીને છોડી દે છે. ઔરંગાબાદના જિલ્લા શિક્ષણ અધિકારી એમ.કે. દેશમુખે સંજય અને ગ્રામજનોના પ્રયાસની પ્રશંસા કરતા કહ્યું કે 365 દિવસ સુધી શાળા ખુલ્લી રાખવી એ કાયદાકીય રીતે ખોટું નથી.
 
મહારાષ્ટ્રની પ્રથમ આઈએસઓ સર્ટિફાઈડ વસાહત સ્કૂલ

સ્કૂલમાં ઉપલબ્ધ સુવિધાઓ અને અહીંની પ્રવૃતિઓના આધારે સ્કૂલને આઈએસઓ સર્ટિફિકેટ મળી ચૂક્યો છે. સંજય મુજબ, વસાહત સ્કૂલની શ્રેણીમાં આ મહારાષ્ટ્રની પ્રથમ આઈએસઓ 9001:2008 સર્ટિફાઈડ સ્કૂલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Father and Child Study in School which is opens 365 days at Aurangabad
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended