Home »National News »Photo Feature» Accused Have Done It For Marriage And Got Dowry

આ છે એરફોર્સનો નકલી જવાન, લગ્ન બાદ સાસરીવાળાઓને કારણે ખુલી પોલ

divyabhaskar.com | Jan 29, 2017, 14:38 PM IST

  • લગ્નના માંગા આવા લાગતા વિહુલના પિતાએ મોટી રકમનો દહેજ લઈ ફિરોજાબાદની યુવતી સાથે લગ્ન કરાવી દીધા હતા.
ગ્વાલિયરઃએક યુવકે પહેલા ગ્વાલિયરના મહારાજપુરા એરફોર્સ સ્ટેશનમાં મજૂરી કામ કર્યું હતું. તે પછી નકલી યુનિફોર્મ પહેરી પોતાને એરફોર્સનો કર્મચારી ગણાવતો હતો. તેના માતા-પિતા પણ એમ સમજતા કે, પુત્રને સાચે જ એરફોર્સમાં નોકરી લાગી ગઈ છે. જોકે જેવો જ તે નકલી યુનિફોર્મમાં એરફોર્સ સ્ટેશનના દરવાજે પહોંચ્યો તો પોલીસે તેને પકડી લીધો હતો. 
 
આમ પકડાયો ફેક એરફોર્સ જવાન.........

- વિહુલ નામનો યુવક મજૂરી કામ કરતો હતો તે સમયે જ તેણે નકલી યુનિફોર્મ બનાવડાવી હતી.
- જોકે વિહુલ ક્યારેય એરફોર્સ સ્ટેશનમાં યુનિફોર્મ પહેરી ગયો નહોતો. 
- લગ્નના માંગા આવા લાગતા વિહુલના પિતાએ મોટી રકમનો દહેજ લઈ ફિરોજાબાદની યુવતી સાથે લગ્ન કરાવી દીધા હતા. 
- સાસરીવાળા બે દિવસ પહેલા ગ્વાલિયર આવ્યા હતા. આ સમયે તેમણે જમાઈને અપીલ કરી કે એરફોર્સ સ્ટેશન દેખાડે. વિહુલે ના પાડી પણ સાસરીવાળા માન્યા જ નહીં.
- અંતે 27 જાન્યુઆરીએ વિહુલ એરફોર્સ યુનિફોર્મમાં મહારાજપુરા એરફોર્સ સ્ટેશને પહોંચ્યો હતો. નકલી યુનિફોર્મમાં વિહુલને જોતા જ સિક્યોરિટી ગાર્ડને શંકા ગઈ.
- સિક્યુરિટીએ પૂછપરછ કરતા સંપૂર્ણ ઘટના સામે આવી હતી. જે પછી સિક્યોરિટીએ નકલી જવાન વિહુલને પોલીસને હવાલે કરી દીધો હતો.
- પોલીસ હાલ વિહુલ પર નજર રાખી રહી છે અને તેની આ મામલે પૂછપરછ હાથ ધરી હતી. જોકે તેને જામીન મળી ગયા છે.
- તેના પિતા રાજકુમારે જણાવ્યું કે, મને તો એમ હતું કે પુત્ર એરફોર્સમાં નોકરી કરે છે.
- વિહુલે લગ્ન અને તેના થકી મળતા દેહજ માટે નકલી યુનિફોર્મ પહેરી એરફોર્સમાં કામ કરતા હોવાની વાત કરી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Accused Have Done it For Marriage And Got Dowry
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext