Home »National News »Desh» People Celebrated Holi Festival At Under Construction Chandrodaya Temple

મુકેશ અંબાણીના એંટીલિયાથી પણ ઉંચુ હશે નિર્માણાધીન આ મંદિર - તસવીરો

divyabhaskar.com | Mar 17, 2017, 10:28 AM IST

  • નિર્માણાધીન મંદિરમાં દરવર્ષે હોળી સહિતના તેહવારોની ઉજવણી કરવામાં આવે છે.
આગ્રાઃતાજેતરમાં જ વિશ્વના સૌથી ઉંચા નિર્માણાધીન મંદિરમાં પણ હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિરના કાર્યને પૂર્ણ થતા 2022 થઈ શકે છે. ભાસ્કર સાથેની વાતચીતમાં પ્રોજેક્ટ ડિરેક્ટર સુબયુક્તા નરસિંહા દાસે મંદિરના મુકેશ અંબાણીના ઘર એંટીલિયાથી પણ ઉંચા બનવાનો દાવો કર્યો હતો.
 
અમેરિકાથી બોલાવવામાં આવ્યા એન્જિનિયરો

- ઈસ્કોન સોસાયટીએ વૃંદાવનમાં વિશ્વનો સૌથી ઉંચુ બનાવવા મંદિરનું કંસ્ટ્રક્શન શરૂ કરી દીધું છે. છેલ્લા બે વર્ષથી મંદિરના 511 પિલર બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.
- ચંદ્રોદય મંદિરને પિરામિડનો ડેલલપ્ડ ફોર્મ કહેવામાં આવી રહ્યો છે.
- તેના સ્ટ્રક્ચરલ ડિઝાઈનિંગ માટે ઈસ્કોન સોસાયટીએ અમેરિકાની સ્ટ્રક્ચલ એન્જિનિયરિંગ કંપની થોર્નટન ટોમાસેટીની સેવાઓ લીધી છે.
- મંદિરના કંસ્ટ્રક્શનની જવાબદારી ગુડગાવના ઈન્જીનિયસ સ્ટુડિયો અને નોયડાના ક્વિનટેસેંસ  ડિઝાઈન સ્ટુડિયોને સોંપવામાં આવી છે.
- 2006માં તેની યોજના બનાવવામાં આવી અને 8 વર્ષ બાદ તમામ તૈયારીઓ સાથે 2014માં તેના બાંધકામનું શિલાન્યાસ કરવામાં આવ્યું.
- પ્રોજેક્ટ ડિરેક્ટર પ્રમાણે આ મંદિરનું નિર્માણ 2022માં પુર્ણ થશે.
 
(આગળની સ્લાઈડ્સમાં જાણો મંદિર વિશે અને જુઓ તેની ડિઝાઈન.)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: People Celebrated Holi Festival At Under Construction Chandrodaya Temple
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended