Home »National News »Latest News »National» Face Off Of SP And Congress Candidates For 14 Seats

સપા-કોંગ્રેસમાં ગઠબંધન પછી પણ બંનેના ઉમેદવારો 14 બેઠકો પર સામસામે

divyabhaskar.com | Feb 07, 2017, 11:43 AM IST

  • રાહુલ અને અખિલેશ અત્યાર સુધી બે રોડ શૉ એકસાથે કરી ચૂક્યાં છે. પહેલો લખનઉમાં અને બીજો કાનપુરમાં. (ફાઇલ)
લખનઉ: ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી મળીને વિધાનસભા ચૂંટણી લડી રહી છે. બેઠકોની વહેંચણી પણ થઇ ચૂકી છે. પછી 14 બેઠકો એવી છે, જ્યાં બંનેના ઉમેદવારો સામસામે છે. એવું કહેવામાં આવે છે કે કેટલાંક ઉમેદવારો પોતાની પરંપરાગત બેઠકો છોડવા માટે તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ 105 અને સપા 298 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
 
કઇ-કઇ બેઠકો પર છે કોના ઉમેદવારો સામસામે
 
- ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે, અમેઠી એ ચાર બેઠકોમાંથી એક છે, જ્યાં કોંગ્રેસ અને સપાના ઉમેદવારો સામસામે છે.
- ગૌરીગંજ પણ અમેઠી લોકસભાનો હિસ્સો છે. અહીંયા સોમવારે જ કોંગ્રેસના મોહમ્મદ નઇમનું નોમિનેશન નક્કી થયું છે. જ્યારે, આ બેઠક પર સપાના રાકેશ પ્રતાપ સિંહ પહેલા જ તેમનું નોમિનેશન દાખલ કરી ચૂક્યાં છે. પાછલી વિધાનસભા ચૂંટણીમાં સિંહે નઇમને 500 મતોથી હરાવ્યા હતા. કોંગ્રેસના એમએલસી દીપક સિંહાએ કહ્યું કે, મોહમ્મદ નઇમ ગૌરીગંજથી તેમનું નોમિનેશન દાખલ કરશે.
 
અમેઠીમાં અમિતા સિંહ છે કોંગ્રેસની ઉમેદવાર
 
- કોંગ્રેસ કેમ્પેઇન કમિટિના ઇન્ચાર્જ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ કહે છે કે અમિતા સિંહ અમેઠીથી જ ચૂંટણી લડશે. તેઓ 9 ફેબ્રુઆરીએ પોતાનું નોમિનેશન ભરશે.
- પરંતુ, સમાજવાદી પાર્ટીએ ગાયત્રી પ્રજાપતિને નોમિનેટ કરી છે. તેણે 2012 માં અમિતાને 9000 મતોથી હરાવી હતી.
- આ પ્રમાણે અમેઠી અને રાયબરેલીની 10 માંથી 5 બેઠકો પર સપાએ તેમના ઉમેદવારોના નામ જાહેર કર્યા.
 
પાર્ટીઓએ તેમના ઉમેદવારોના નામ પાછા ખેંચવા જણાવ્યું
 
- ઉલ્લેખનીય છે કે ગઠબંધન પહેલા કોંગ્રેસ અને સપાએ આ તમામ બેઠકો પર પોતપોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા હતા.
- જ્યારે બંને પક્ષો સાથે થયા તે તેમણે પોતાના ઉમેદવારોને ખસી જવા જણાવ્યું. પરંતુ, આ ફક્ત ખૈર, હરગામ અને સયાનાની બેઠકો પર શક્ય બન્યું.
- ગંગોહ, જ્યાં તાજેતરમાં રાહુલ ગાંધીએ પોતાની રેલી કાઢી હતી, ત્યાં સપા પોતાના ઉમેદવાર ઇન્દર સેનને તેનું નામ પાછુ ખેંચવા માટે ન મનાવી શકી અને તેને 6 વર્ષ માટે પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે.
 
 
સીટ
કોંગ્રેસ
સપા
1. અમેઠી
અમિતા સિંહ
ગાયત્રી પ્રજાપતિ
2. ગૌરીગંજ (અમેઠી)
મોહમ્મદ નઇમ
રાકેશ પ્રતાપ સિંહ
3. સલોન (અમેઠી)
સુરેશ નિર્મલ
આશા કિશોર
4. સરેની (રાયબરેલી)
અશોક સિંહ
દેવેન્દ્ર પ્રતાપ સિંહ
5. બલદેવ
વિનેશ કુમાર
રણવીર
6. કોઇલ
વિવેક બંસલ
શાહ ઇસહક
7. પુરકાજી
દીપક કુમાર
ઉમા ખાન
8. ચાંદપૂ
શેર બાજ ખાન
મોહમ્મદ અરશદ
9. મહારાજપુર
રાજારામ પાલ
અરૂણ તોમર
10. જૈદપુર
કાનુજ પુનિયા
રામ ગોપાલ
11. ગોવિંદનગર
અંબુજા શુક્લા
યોગેન્દ્ર કુમાર કુશવાહા
12. કાનપુર કૈંટ
સોહિલ અખ્તર અન્સારી
મોહમ્મદ હસન રૂમી
13. ભોગનીપુર
નતીમ
યોગેન્દ્ર સિંહ
14. લખનઉ સેન્ટ્રલ
મારૂફ ખાન
રવિદાસ મેહરોત્રા
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Face off of SP and Congress candidates for 14 seats
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended