Home »National News »Latest News »National» Exclusive Photos Of Abhishek Verma With Model He U

EXCLUSIVE PHOTOS: હથિયારોની ડીલમાં થતો હતો રંગીન મોડેલનો ઉપયોગ

divyabhaskar.com | Jun 09, 2012, 10:24 AM IST

main_300_09બેંગ્લોરના ખેલાડી પર છેડતીનો આરોપ મૂકનારી જોહલ હમીદ પણ હતી અભિષેકની ખૂબ નજીક

સીબીઆઇએ શુક્રવારે હથિયારોના સોદાગર અને રક્ષા સોદાના દલાલ અભિષેક શર્મા અને તેની લીવ ઇન પાર્ટનર અને મોડેલ એના નેકકાઉની ધરપકડ કરી હતી. શુક્રવારે લાંબી પૂછપરછ બાદ બંન્નેની ધરપકડ કરવામાં આવી હતી.

અમેરિકી નાગરિક સી એડમંન્ડ્સ એલન દ્વારા સીબીઆઇને સોંપવામાં આવેલા પુરાવાઓ અને હથિયાર બનાવતી કંપનીઓ પાસેથી પૈસા મળ્યા સંબંધી દસ્તાવેજોના આધારે અભિષેક વર્માની ધરપકડ કરવામાં આવી હતી.
 
દૈનિક ભાસ્કર ડોટ કોમ સાથે ખાસ વાતચીતમાં એડમંન્ડ્સ એલને જણાવ્યું હતું કે અભિષેક વર્મા મોડેલની ખૂબ જ નજીક રહેતો હતો અને હથિયારોના સોદાઓમાં પણ મોડેલોનો ઉપયોગ કરતો હતો.

આઈપીએલ-5 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડી પર છેડતીનો આરોપ મૂકનારી મોડેલ જોહલ હમીદ પણ અભિષેક વર્માની ખૂબ નજીક હતી અને જાન્યુઆરીમાં લાસ વેગાસમાં યોજાયેલા આર્મ્સ એક્સપોમાં તેણે અભિષેકની કંપનીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

Related Articles:

PHOTOS: લશ્કરની એજન્ટ હતી બોલિવૂડ અભિનેત્રી લૈલા!
તિહાર જેલમાં પણ એશ કરતો હથિયારોનો સોદાગર!
હેલિકોપ્ટર સોદામાં ભ્રષ્ટાચારની થશે તપાસ-એન્ટોની



(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: exclusive photos of abhishek verma with model he u
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended