Home »National News »Latest News »National» Ex Coal Secy And 2 Bureaucrats Convicted By CBI Court In Coal Scam

કોલસા કૌભાંડઃ પૂર્વ કોલસા સચિવ એચ. સી. ગુપ્તા સહિત 3 દોષી જાહેર

divyabhaskar,com | May 19, 2017, 14:25 PM IST

  • કોલસા કૌભાંડના દોષીને 22 મેના રોજ સજા જાહેર કરાશે. ફાઇલ
નવી દિલ્હી. સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે આજે કોલસા કૌભાંડમાં પૂર્વ કોલસા સચિવ એચ.સી. ગુપ્તાને દોષી જાહેર કર્યા છે. વિશેષ સીબીઆઈ જજ ભારત પરાશરે કોલસા મંત્રાલયના તત્કાલિન સંયુક્ત સચિવ કે.એસ.ક્રોફા સહિત 3 લોકોને દોષી જાહેર કર્યા છે. દોષીને સજાની જાહેરાત 22 મેના રોજ કરવામાં આવશે.
 
મધ્યપ્રદેશના થેસગોડા-બી-રુદ્રપુરીમાં કોલસા બ્લોકની ફાળવણી કેએસએસપીએલને કરતી વખતે દાખવવામાં આવેલી અનિયમિતતા મુદ્દે તેમને દોષી જાહેર કરવામાં આવ્યા છે. અદાલતે સીએ અમિત ગોયલને આ મુદ્દે નિર્દોષ છોડી મુક્યા છે.
 
સીબીઆઈએ કહ્યું હતું કે, કંપનીએ તેની નેટવર્થ અને વર્તમાન ક્ષમતાને ખોટી જણાવી. રાજ્ય સરકારે પણ કંપનીને કોલસા બ્લોક ફાળવવાની ભલામણ કરી નહોતી. જોકે, સુનાવણી દરમિયાન આરોપીઓએ તેમના પર મૂકવામાં આવેલા આક્ષેપને ખોટા ગણાવ્યા. અદાલતે ગત વર્ષે ઓક્ટોબરમાં આરોપ નક્કી કરતાં કહ્યું હતું કે, ગુપ્તાએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને અંધારામાં રાખ્યા હતા અને કોલસા બ્લોક ફાળવણીમાં ગુપ્તાએ પ્રથમ દ્રષ્ટિએ કાનૂન અને તેમના પર મુકવામાં આવેલા વિશ્વાસનો ભંગ કર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ex coal secy and 2 Bureaucrats Convicted By CBI Court in coal scam
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended