Home »National News »Latest News »National» Ex Cmho Corruption Related With Being Human

સલમાનના NGO પાસેથી CMHOએ લીધો ચેક, કેશ કરાવ્યો પણ વિતરણ ન કર્યું

Jai Prakash Sharma | Feb 04, 2017, 15:28 PM IST

  • બજરંગી ભાઈજાનના શુટિંગ દરમિયાન યોજાયેલા કેમ્પ દરમિયાન 12 હજાર લોકોએ લાભ લીધો હતો.
જયપુર. સલમાન ખાનના એનજીઓ બીઈંગ હ્યુમન ફાઉન્ડેશન વતી ઝંઝનુંમાં લગાવવામાં આવેલા આઈ કેમ્પમાં આપવામાં આવેલી રકમ અંગે દિવ્ય ભાસ્કરે ખુલાસો કર્યો છે. કેમ્પમાં ઓપરેશન કરવાનારાં દર્દીઓને ચાર લાખ રૂપિયાના બદલામાં ચશ્મા મળ્યા નહોતા. ચશ્માની રકમ સલમાનના એનજીઓ પાસેથી ચેકમાં લેવામાં આવી હતી. ચેક ક્લીયર પણ થયો પરંતુ ચશ્મા ખરીદવામાં આવ્યા નહોતા. આ મુદ્દે બીઈંગ હ્યુમને સ્પષ્ટતા કરી કે તેના ફાઉન્ડેશને 3,79,464 રૂપિયાનો ચેક તે સમયના સીએમએચઓ ડો. એસએન ધૌલપુરિયાને આપ્યો હતો.
 
હોસ્પિટલનું પેમેન્ટ ન થયું, ખુદ રાખી રકમ
 
-દિવ્ય ભાસ્કરને સલમાનના ફાઉન્ડેશન ઈમેલની પૂરી જાણકારી ઉપલબ્ધ કરાવી છે. ભાસકરને આશરે 6 મહિના પહેલા આ મુદ્દે કેટલીક માહિતી મળી હતી.
- જાણકારી મુજબ કેમ્પમાં જે સુવિધાઓ આપવા બદલ સલમાનના એનજીઓ પાસેથી રકમ લેવામાં આવી તેના બદલામાં સુવિધા આપવામાં આવી કે નહીં.
- જવાબ મળ્યો કે ચેક આપ્યો હતો. તેને કેશ પણ કરાવવામાં આવ્યો. બાદમાં ઓપરેશન કરાવનારાં દર્દીઓને ન તો ચશ્મા મળ્યા કે ન તો કેમ્પ દરમિયાન સેવા આપનારી બંને હોસ્પિટલનું બિલ પેમેન્ટ થયું.
-એવી પણ ખબર પડી કે પૈસા ડો. ધોલપુરિયાએ તેમના ખાતામાં જમા કરાવ્યા અને ચાંઉ કરી ગયા. હાલ તેઓ સ્વાસ્થ્ય વિભાગમાં જોઈન્ટ ડાયરેક્ટર છે.
 
આ રીતે ભાંડો ફૂટ્યો
 
- ભાસ્કરે સલમાનને ઈમેલ કર્યો. સલમાનના એનજીઓના પ્રમુખ પાસેથી તેનો જવાબ માંગવામાં આવ્યો.
- ઈમેલમાંજ વાબ આપવામાં આવ્યો કે એનજીઓ વતી 3.79 લાખ રૂપિયાથી વધુનો ચેક. ડો. ધોલપુરિયાને આપવામાં આવ્યો હતો. વિજયા બેંકના આ ચેકનો નંબર 193851 છે.
- ભાસ્કરના ઈન્વેસ્ટિગેશનમાં એવી પણ ખબર પડી કે વિજયા બેંકમાંથી આ ચેક ક્લિયર પણ થયો.
- ધોલપુરિયાએ 13 ફેબ્રુઆરી 2015ના રોજ ચેક ક્લિયર કરાવી લીધો હતો.
 
સીએમએચઓ કહેતા રહ્યા, પૈસા નથી આવ્યા કેવી રીતે ચૂકવણી કરું
 
-ઓપરેશન કરનારી ખાનગી હોસ્પિટલ્સને પણ હજુ સુધી રૂપિયા મળ્યા નથી.
- જે દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા તેમને ચશ્મા પણ આપવામાં આવ્યા નથી.
- ડો. ધોલપુરિયા સતત એમ કહેતા હતા કે હજુ ફાઉન્ડેશન પાસેથી રૂપિયા મળ્યા નથી. પૈસા આવતાં જ ચૂકવણી કરી દઈશું.
- તેમણે એમ પણ કહ્યું કે તેનો સીએમએચઓ ઓફિસમાં કોઈ રેકોર્ડ પણ નથી.
 
આ છે હકીકત
 
- ઈસ્માઈલ નામના વ્યક્તિએ જણાવ્યું, મારા 70 વર્ષીય દાદી નિયામતની આંખોનું ઓપરેશન બીડીકે હોસ્પિટલમાં બે વર્ષ પહેલાં સલમાન ખાનના કેમ્પમાં કરાયું હતું. ત્યારે ડોક્ટરોએ કહ્યું હતું ચશ્મા પણ મળશે. ઓપરેશન બાદ અનેક વખત હોસ્પિટલમાં જઈને પૂછપરછ કરી પરંતુ એક જ જવાબ મળતો હતો કે હજુ સુધી ચશ્મા આવ્યા નથી.
- ઝૂંઝનુંના અમર સિંહે જણાવ્યું કે, બીડીકે હોસ્પિટલમાં સલમાન ખાનના ફાઉન્ડેશને બે વર્ષ પહેલાં આંખોનો કેમ્પ યોજ્યો હતો. મેં પણ મારી માતા શીલાદેવી (65)નું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશનનો તો કોઈ ખર્ચ ન થયો પરંતુ ચશ્મા નથી મળ્યાં.
 
બજરંગી ભાઈજાનના શુટિંગ દરમિયાન યોજ્યો હતો કેમ્પ, 12 હજાર લોકોએ લીધો હતો લાભ
 
- સલમાન ખાન જ્યાં શુટિંગ કરતો હોય ત્યાં તેની બીઈંગ હ્યુમન ફાઉન્ડેશન આઈ કેમ્પ યોજીને જરૂરિયાતમંદોના મોતિયાનું નિઃશુલ્ક ઓપરેશન કરતી હતી. ચશ્મા પણ આપતી હતી.
- બજરંગી ભાઈજાનના શુટિંગ વખતે જાન્યુઆરી 2015માં સલમાન મંડાવા આવ્યો હતો.
- ઝૂંઝનુમાં આઈ કેમ્પ માટે ફાઉન્ડેશનની ટીમ આવી ત્યારે તત્કાલીન સીએમએચઓ ડો.એસએન ધોલપુરિયા સાથે મુલાકાત કરી.
- ડો. ધોલપુરિયાએ 19 જાન્યુઆરીને જિલ્લાના બીસીએમઓ અને સ્ટાફની મીટિંગ બોલાવી.
- 21-22 જાન્યુઆરી, 2015ના રોજ જિલ્લામાં અનેક સ્થાન પર કેમ્પ યોજીને 12,205 લોકોનું નિદાન કરવામાં આવ્યું.
- જેમાંથી 238ને મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું. 606 લોકોની ચશ્મા  માટે પસંદગી કરવામાં આવી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ex cmho corruption related with being human
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended