Home »National News »Latest News »National» Everyone Born In India Is A Hindu Said RSS Chief Mohan Bhagwat In Madhya Pradesh

ઈબાદતથી મુસ્લિમ, રાષ્ટ્રીયતાથી તો તે હિન્દુ જ છે : મોહન ભાગવત

Anil Gupta, Madhya Pradesh | Feb 09, 2017, 01:46 AM IST

  • ઈબાદતથી મુસ્લિમ, રાષ્ટ્રીયતાથી તો તે હિન્દુ જ છે : મોહન ભાગવત,  national news in gujarati
બૈતુલ: પાંચ રાજ્યોમાં ચૂંટણી વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ફરી એક વાર હિન્દુત્વનો મુદ્દો ઊઠાવ્યો છે. બૈતુલમાં હિન્દુ સંમેલનમાં તેમણે કહ્યું કે ભારતના મુસ્લિમો ઇબાદતથી મુસલમાન છે પરંતુ રાષ્ટ્રીયતાથી તો તેઓ હિન્દુ જ છે. તેથી તેમને ભારત માતાની આરતી કરવામાં આશ્ચર્ય ન હોવું જોઇએ.
 
આ સ્વાભાવિક વાત છે. 27 મિનિટના તેમના આખા ભાષણમાં ભાગવત હિન્દુત્વ પર જ બોલ્યા. તેમણે ભાષા-ભેદ, જાત-પાત અને ખાન-પાનના આધાર પર ભેદભાવ રાખવાનું છોડવા અપીલ કરી. હિન્દુસ્તાનમાં અલગ-અલગ સમાજ દેવી-દેવતાઓને પૂજે છે પરંતુ જર્મનીના લોકો જર્મન અને અમેરિકામાં રહેતા લોકો અમેરિકન કહેવાય છે તો હિન્દુસ્તાનમાં રહેનારા પણ હિન્દુ છે.

મોટી દીકરી મુખાગ્નિ આપે

સંમેલનમાં સતપાલ મહારાજે કહ્યું કે મહિલા સશક્તીકરણ માટે જરૂરી છે કે તેમને સક્ષમ બનાવવામાં આવે. અત્યાચારો રોકાય. ઘરની મોટી દીકરીને મુખાગ્નિ આપવા પ્રેરિત કરાય.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Everyone born in India is a Hindu said RSS chief Mohan Bhagwat in Madhya Pradesh
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext