Home »National News »Election 2012 »Uttar Pradesh» Everybody Choice Kailash Kheir For BSP, SP, And BJP Theme Song

બસપા, સપા કે પછી ભાજપ, થીમ સોંગ માટે સૌની પસંદ કૈલાશ

Bhaskar News, Lakhnow | Jan 28, 2017, 05:27 AM IST

  • બસપા, સપા કે પછી ભાજપ, થીમ સોંગ માટે સૌની પસંદ કૈલાશ,  uttar pradesh news in gujarati
લખનઉ:ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે આમ તો તમામ પક્ષો ચૂંટણી વચન અને ઘોષણાપત્ર સાથે પ્રચાર કરી રહ્યા છે, પરંતુ તેમાં એક વાત તમામ મુખ્ય પક્ષોમાં સમાન છે. મુખ્ય પક્ષો સપા, બસપા અને ભાજપે સોશિયલ મીડિયા પર પ્રચાર માટે પોતાનાં જે થીમ સોંગ બનાવ્યા છે, આ બધા પક્ષોના ગીતમાં બોલીવૂડના પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરનો અવાજ છે. કૈલાશ ખેરે આ ત્રણેય પક્ષ માટેનાં થીમ સોંગ ગાયા છે. પક્ષના સમર્થક આ ગીતને ખુબ જ શેર કરી રહ્યા છે. જેના બોલ અલગ છે, અંદાજ અલગ છે, પરંતુ દરેક ગીતમાં અવાજ કૈલાશ 
ખેરનો જ છે. 

સપા :આ પક્ષના પ્રચાર ગીતમાં અખિલેશ વિકાસને પ્રોત્સાહન આપતા રાજકારણના એજન્ડાને બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં લખનઉ-આગરા એક્સપ્રેસ વે પ્રોજેક્ટની પ્રશંસા છે. ગીતના બોલ છે, ‘ચિકની હૈ અબ તો સડક સડક.. ચલ પૂર્વાંચલ ધડક-ધડક.’

ભાજપ  :થીમ સોંગની પંક્તિ છે,‘ગંગા માં કી લહરોં સે, ગાંવ-ગાંવ ઔર શહેરોં સે, આઓ મન કી બાત કરેં...’. ગીતના વચ્ચે વારાણસી ઘાટના ફોટો, ખેતર,ખેડૂતો અને મજૂરોનાં ફોટા અને લોકોનાં ડાયલોગ્સ આવે છે. 

બસપા :આ પક્ષના પ્રચાર ગીતમાં કૈલાશ ખેરનો જ અવાજ છે. ગીતના શબ્દો છે, ‘વોટ દેને ચલ રે ભૈયા, ચલ-ચલ રહે ભૈયા... હમ તો બહના કો મજબૂત બનાએંગે, બીએસપી કો સત્તા મેં લાએંગે’. આ ગીત સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયું છે.
(Election 2012 Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: everybody choice kailash kheir for BSP, SP, and BJP theme song
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended