Home »National News »Latest News »National» Environment Minister Anil Madhav Dave Passes Away

પર્યાવરણ પ્રધાન અનિલ માધવ દવેનું અવસાન, મોદીએ વ્યક્ત કર્યો શોક

divyabhaskar.com | May 18, 2017, 15:15 PM IST

  • અનિલ માધવ દવે. ફાઇલ
નવી દિલ્હી.  રાજ્ય કક્ષાના પર્યાવરણ પ્રધાન અનિલ માધવ દવેનું  હાર્ટ એટેકના કારણે  61 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ ગઈકાલે મોડી સાંજ સુધી કેટલાક મહત્વના પોલિસી ઈશ્યૂ પર ચર્ચા કરવા વડાપ્રધાન સાથે હતા. મોદી સાથે મુલાકાત કર્યા બાદ તેમની તબિયત ખરાબ થતાં એઇમ્સના દાખલ કરવામાં આવ્યા હતા. મોદીએ તેમના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. અનિલ માધવ દવે મધ્ય પ્રદેશના રાજ્યસભાના સભ્ય હોવાની સાથે બીજેપી અને આરએસએસ સાથે તેઓ વર્ષોથી જોડાયેલા હતા. દવે ઈચ્છતા હતા કે, બની શકે તો તેમની યાદમાં માત્ર વૃક્ષો વાવવા અને નદીઓ બચાવવી.  અનિલ દવેના નિધનના પગલે MPમાં 2 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
 
નર્મદા કિનારે થશે અંતિમ સંસ્કાર
 
 દવેએ 23 જુલાઈ, 2013ના રોજ લખેલો એક લેટર સામે આવ્યો છે. જેમાં તેમણે લખ્યું છે, મારા અંતિમ સંસ્કાર બાંદ્રાભાન (હોશંગાબાદ)માં નર્મદા કિનારે કરવામાં આવે. મારી યાદમાં કોઈ સ્મારક, પ્રતિયોગિતા, પુરસ્કાર, પ્રતિમા ન હોય. પરંતુ વૃક્ષો વાવવા અને નદી-તળાવોને બચાવવાની કોશિશ કરવામાં આવશે તો ખુશી થશે. આ દરમિયાન સીએમ શિવરાજ સિંહે કહ્યું છે કે દવેની ઈચ્છા મુજબ નર્મદા કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બીજેપી સૂત્રોના જણાવ્યા મુજબ સાંજ સુધીમાં દવેનો પાર્થિવ દેહ વિમાન માર્ગે ભોપાલ લાવવામાં આવશે અને અંતિમ દર્શન માટે પ્રદેશ બીજેપી ઓફિસમાં રાખવામાં આવશે.
 
મોદીએ વ્યક્ત કર્યો શોક
 
મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'મારા મિત્ર અને ખૂબ જ આદરણીય સાથી પર્યાવરણ મંત્રી અનિલ માધવ દવેના અચાનક અવસાન બદલ શોકની લાગણી વ્યક્ત કરું છું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. લોકહિતના કામ માટે દવેને યાદ કરવામાં આવશે. ગઈકાલે સાંજે તેઓ મારી સાથે હતા. અમે કેટલાંક પોલિસી ઈશ્યૂ પર ચર્ચા કરી હતી. તેમનું જવું મારા માટે અંગત ખોટ છે.'
 
કાર્યકાળને 1 વર્ષ પણ થયું નહોતું
 
પર્યાવરણ મંત્રી તરીકે અનિલ માધવ દવેના કાર્યકાળને હજુ 1 વર્ષ પણ પૂરું થયું નહોતું. પર્યાવરણ બચાવવા તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે.  નર્મદા નદી બચાવવા માટે તેમણે ખૂબ કામ કર્યું હતું.  લોકસભા ચૂંટણી પહેલા તેમણે શિવાજી પર બુક લખી હતી.
 
ઉજ્જૈનમાં જન્મ
 
અનિલ માધવ દવેનો જન્મ 6 જુલાઈ, 1956ના રોજ ઉજ્જૈનમાં થયો હતો. તેમણે ગુજરાતી કોલેજ ઈન્દોરથી એમ.કોમ કર્યું હતું. તેઓ સંઘ પ્રચારક હતા અને લગ્ન કર્યા નહોતા. 2009થી રાજ્યસભા સભ્ય હતા.
 
હર્ષ વર્ધનને વધારાનો ચાર્જ સોંપાશે
 
દિલ્હીમાં આજે સાંજે કેન્દ્રીય કેબિનેટની મીટિંગ મળશે. જેમાં અનિલ માધવ દવેના અવસાનનો શોક ઠરાવ પાસ કરવામાં આવશે. અનિલ માધવ દવેના નિધનના પગલે હર્ષ વર્ધનને રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રાલયનો વધારાનો ચાર્જ સોંપવામાં આવશે. 
 
રૂપાણીએ પણ દવેને આપી શ્રદ્ધાજંલિ
 
અનિલ દવેને શ્રદ્ધાંજલિ આપતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, તેઓ તેમના મિલનસાર સ્વભાવ અને  સતત પર્યાવરણ અંગે ચિંતા કરવાના કારણે જાણીતા હતા. તેમની અકાળે વિદાય ઘણી આઘાતજનક છે. નર્મદા સંરક્ષણ માટે તેમણે કરેલી કામગીરી બદલ આગામી પેઢી તેમને યાદ કરશે. તે એક સાચા પર્યાવરણવાદી હતા.
 
 
 
મા નર્મદાએ સપૂત ગુમાવ્યોઃ શિવરાજ સિંહ ચૌહાણ
 
- મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, મોટા ભાઈ, ગાઢ મિત્ર અનિલ માધવ દવેના આકસ્મિત અવસાનથી હેરાન છું. આ અંગત ખોટ છે. દવેજીના રૂપમાં દેશે સાચા દેશભક્ત અને મા નર્મદાએ તેનો સપૂત ગુમાવ્યો છે. તેની ભરપાઈ ક્યારેય નહીં કરી શકાય.
- રમણ સિંહે કહ્યું, અનિલ દવેના અવસાનાથી દુઃખી અને હેરાન છું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.
- બીજેપી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું, દવેજી સાથે મળીને મધ્યપ્રદેશમાં બીજેપી માટે ઘણું કામ કર્યું છે. તેઓ સારા લેખક, ચિંતક અને પર્યાવરણના જાણકાર હતા. નર્મદા સંરક્ષણ માટે તેમણે અનેક મહત્વના કામ કર્યા. શરીર સાથ નહોતું આપતું તેમ છતાં હેલિકોપ્ટરથી નર્મદાની પરિક્રમા કરી. તેમના નિધનથી દેશે એક દિગ્ગજ નેતા ગુમાવ્યા છે.
- કોંગ્રસના જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, દવેજીના નિધનથી મધ્યપ્રદેશે એક શ્રેષ્ઠ પર્યાવરણવાદી રાજનેતા ગુમાવી દીધા છે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, સંસદમાં સાયકલ પર આવતાં અનિલ દવેની તસવીર અને મોદીનું ટ્વિટ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Environment Minister Anil Madhav Dave passes away
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended