Home »National News »Photo Feature» Girl Committed Suicide After Fiance Cancelled Marriage Due To Dowry

મંગેતરે ફોન પર રદ કર્યા લગ્ન, પછી એન્જિનિયર યુવતીએ કરી આત્મહત્યા

brijesh dube/vinay singh | Feb 16, 2017, 00:05 AM IST

  • મૃતક રીચા અને તેનો મંગેતર ક્ષિતિજ, ઈનસેટમાં રુચાની સુસાઈડ નોટ.
ભોપાલ/રીવાઃ લગ્ન તૂટવાની વાતથી નારાજ એક યુવતી અહીં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. 5 પેજના સુસાઈડ નોટમાં તેણે પોતાના મંગેતર અને તેના પરિવારજનોને સજા આપવાની વાત લખી હતી. યુવતીએ તાજેતરમાં જ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હાલ તે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહી હતી.
 
દહેજની માગણી પૂરી ન થવાને કારણે લગ્ન તોડ્યા...

- પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, નેહરૂ નગરમાં રહેતી રુચા સિંહ (26)ના લગ્ન ક્ષિતિજ સિંહ (30) સાથે નક્કી થયા હતા. 
- બંનેના લગ્ન 16 એપ્રિલે થવાના હતા. ક્ષિતિજ દિલ્હીમાં એન્જિનિયર છે. રુચા સરકારી નોકરી માટે તૈયારી કરી રહી હતી.
- 4 દિવસ અગાઉ દહેજની માગણી પુરી ન થવાને કારણે ક્ષિતિજના પરિવારજનોએ લગ્ન તોડી નાખ્યા હતા. જેને કારણે રુચાએ આત્મહત્યા કરી.
- ઘટનાની રાતે રુચાના માતા-પિતા એક લગ્નમાં ગયા હતા. જોકે રુચાએ તબિયત ખરાબ હોવાની વાત કરી ઘરે રોકાવાનું કહ્યું હતું.
- માતા-પિતાની ગેરહાજરીમાં રુચાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. 
- રુચા અને ક્ષિતિજના પરિવારજનો એકબીજાને જાણતા હતા અને આ જ કારણોસર બંનેની સગાઈ કરી હતી.
- રુચાએ સુસાઈડ નોટમાં લખ્યું કે, ક્ષિતિજે મને દગો આપ્યો છે. તેના પરિવારજનો વારંવાર દહેજની માગણી કરતા હતા. જે ન સંતોષાતા ક્ષિતિજે ફોન પર લગ્ન તોડી નાખ્યાની વાત કહી હતી. 
- ક્ષિતિજના પરિવારજનો વારંવાર ફોન કરીને 10 લાખ અને એક કારની માગણી કરી રહ્યાં હતા.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.............) 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Girl Committed Suicide After Fiance Cancelled Marriage Due To Dowry
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext