Home »National News »Latest News »National» Encounter Underway Between Security Forces And Terrorists In J&K

J&K: સુરક્ષાદળો સાથે એન્કાઉન્ટરમાં 4 આતંકીઓ ઠાર, 3 જવાન શહીદ

divyabhaskar.com | Feb 13, 2017, 00:54 AM IST

  • J&K: સુરક્ષાદળો સાથે એન્કાઉન્ટરમાં 4 આતંકીઓ ઠાર, 3 જવાન શહીદ,  national news in gujarati
જમ્મુ-કાશ્મીર: કુલગામ જિલ્લાના યારિપોરાના એક ઘરમાં આતંકવાદીઓ છુપાયા હતા. સવારથી આતંકવાદીઓ અને ભારતના સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. આ દરમિયાન અમદાવાદના ગોપાલસિંહ ભદોરિયા સહિત રાષ્ટ્રીય રાયફલ્સના બે જવાન શહીદ થયા હતા. ગોળીબારને કારણે બે નાગરિકોના પણ મોત થયા હતા.મેજર સહિત ત્રણ જવાન અને ત્રણ નાગરિકો ઘવાયા છે.  લશ્કરે તોઈબા અને હિઝબુલ મુજાહિદ્દીનના ત્રાસવાદીઓ સાથે દસ કલાક અથડામણ ચાલી હતી. 15 લોકો ઘાયલ થયા છે. રાષ્ટ્રીય રાઇફલ્સના 1-સેક્ટર કમાન્ડર બ્રિગેડિયર આર. ચક્રવર્તીએ જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં 4 આતંકીઓ માર્યા ગયા, જેમાં 2 હિઝબુલ મુજાહિદ્દીનના સભ્ય હતા અને બાકીના 2 લશ્કર-એ-તોઇબાના સભ્ય હતા. 
 
માર્યા ગયેલા આતંકીઓની ઓળખ મુદસ્સર એહમદ તાંત્રે, વકીલ એહમદ થોકર, ફારૂક એહમદ બટ તેમજ મોહમ્મદ યૂનુસ લોનના રૂપમાં થઇ છે. તેમાં બે હિજબુલ અને બે લશ્કરના આતંકી છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી ચાર રાઇફલ સહિત ભારે પ્રમાણમાં દારૂગોળો જપ્ત કરાયો હતો. એન્કાઉન્ટરમાં રાષ્ટ્રીય રાયફલ્સના બે જવાનો રઘુવીર સિંહ અને ગોપાલ સિંહ પણ શહીદ થયા હતા. ફાયરિંગને કારણે આશિક રિશી અને મુશ્તાક એહમદ નામક બે યુવાનોના પણ મોત થયા હતા.ત્રણ અન્ય લોકો ઘવાયા છે.
 
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ત્રણ મિલિટન્ટ્સ, જેઓ આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના સભ્ય હોવાનું માનવામાં આવે છે, તેઓ પહેલગામ વિસ્તારમાં છૂપાયેલા હતા. પહેલગામ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલું છે. કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણ ચાલુ છે ત્યારે જ રાજસ્થાનના જેસલમેરમાં ભારત-પાક બોર્ડર નજીકથી સીઆઇડી અને બોર્ડર ઇન્ટેલિજન્સ પોલીસ દ્વારા પાકિસ્તાની જાસૂસ ઝડપાયો છે. આ જાસૂસનું નામ હાજી ખાન છે એવું જાણવા મળ્યું છે.  હાલ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. 
 
ઘટના સ્થળે દેખાવકારોનો ફોર્સ પર પથ્થરમારો
 
ફિરસલમાં સેનાના ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનીક લોકો રોડ પર ઉતરી આવ્યા હતા.તેઓ એનકાઉન્ટર સ્પોટ તરફ આગળ વધવા લાગ્યા હતા. રસ્તામાં સુરક્ષાદળોએ તેમને રોકવાના પ્રયાસ કર્યા તો દેખાવકારોએ પથ્થરમારો કર્યો હતો. તેમને વેર-વિખેર કરવા માટે સેનાએ પણ બળ પ્રયોગ કર્યો હતો. તેમાં 15થી વધારે લોકો ઘવાયા હતા.
 
સેનાએ LOC પર તાર કાપતા શકમંદને ગોળી મારી, ઘવાયો

પુંછ જિલ્લાના કુરમાંડમાં એલઓસી પર સેનાએ મોડીરાતે એક શંકાસ્પદને ગોળી મારી હતી. ઘાયવ હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરાવાયો છે. તે એલઓસી પર લાગેલા તાર કાપવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેણે 3 સુરક્ષા લાઇટને પણ નુકશા કર્યુ હતું. શંકાસ્પદની ઓળખ શૌકત હુસૈન મીર તરીકે થઇ છે.તે મંડીનો રહેવાસી હતો. આજકાલ તે કુરમાંડામાં પોતાના મામાને ત્યાં રહેતો હતો.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Encounter underway between security forces and terrorists in J&K
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext